સુરતઃ અસનાબાદ નજીક વિકાસ એજન્સીમાં માર્બલનું કામ કરતા યુવકનો રિપોર્ટ પોંઝિટિવ આવ્યો છે. 30 વર્ષીય સંતોષ યાદવ નામના યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આરોગ્ય વિભાગે ગત 13મીએ એપ્રિલે 20 સેમ્પલ, 14મીએ 11 અને 15 એપ્રિલે 9 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા.
જે પૈકી 39 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટીવ આવેલા દર્દી સંતોષના ગત 15મી એપ્રિલે સેમ્પલ લેવાયા હતા. ઓલપાડમાં પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતા જ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.
પોલીસે પણ તાબડતોબ સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કરવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવે એકતરફનો બંધ કરવાની કવાયત હાથ ધરી હતી.
યુવકના પરિવારજનો 4 સભ્યો અને યુવકના કામકાજના સ્થળે 22 લોકો તેના સંપર્કમાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં ઓલપાડ ટાઉનની એક મેડિકલ સ્ટોર અને રાશની દુકાન ઉપર ગયો હોવાનું સામે આવતા તમામ લોકોની તપાસ હાથ ધરી છે.
જયારે યુવકને 108 મારફત સુરત સિવિલ રિફ્ટ કરવામાં આવ્યો છે. જયારે તેના સંપર્કમાં આવેલા 13 લોકોને સુરતની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 8 લોકોને હોમકોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.