ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાંં જૂની અદાવતમાં યુવક પર ફાયરીંગ, પોલીસે તપાસ હાથ ધરી - Sweta Singh

સુરતઃ શહેરમાં રવિવારે હત્યાના બનાવ બાદ ફરી લિંબાયત વિસ્તારમાં આવેલા આસપાસ-1માં ફાયરીંગની ઘટના બની છે. જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat

By

Published : Jul 8, 2019, 7:13 PM IST

સુરતના આસપાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે વિશાલ નામના યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. જો કે મીસ ફાયરીંગ થતાં યુવકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોના નિવેદનો લીધાં હતા.

સુરતમાં જૂની અદાવતમાં એક યુકવ પર ફાયરીંગ

ઉલ્લેખનીય છે કે, રવિવારે સુરતના લીંબયાત વિસ્તારમાં જ સરાજાહેર યુવાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details