સુરતઃ ફાયરીંગની ઘટના સામાન્ય બની ગયી છે. હાલ થોડા દિવસ પહેલાજ પીપોદરા GIDCમાં સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગની ઘટના બની હતી, ત્યારે રવિવારે ફરી એક વાર સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકની હદમાં આવતા ખોલવડ ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલા IRB રેસ્ટ એરિયામાં ફાયરિંગની ઘટના બની હતી.
કામરેજ IRB રેસ્ટ એરિયામાં ફાયરિંગ
સુરતમાં હાલ થોડા દિવસ પહેલાજ પીપોદરા GIDCમાં સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગની ઘટના બની હતી, ત્યારે રવિવારે ફરી એક વાર સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકની હદમાં આવતા ખોલવડ ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલા IRB રેસ્ટ એરિયામાં ફાયરિંગની ઘટના બની હતી પૈસાની લેતી દેતીમાં 4 થી 5 રાઉન્ડ ફાયરીંગ કરી
સુુરત જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કઠોર નાગરિક સહકારી મંડળીના પ્રમુખ પ્રકાશ મૈસુરીયાએ ગામ નાજ અને રેતીની લીઝ ધરાવતા મિત્ર એવા અરવિંદ સોલંકી પર પૈસાની લેતીદેતી બાબતે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર માંથી અરવિંદ સોલંકીના જણાવ્યા અનુસાર આશરે 4 થી 5 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું. જેમાં કારનો બારીનો કાચ વાગતા અરવિદ સોલંકીને માથાના ભાગે ઈજા થઇ હતી. જોકે, ઘટના બાદ પ્રકાશ મૈસુરિયા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
જોકે, ફાયરિંગની ઘટનામાં પોલીસના જણાવ્યા અનુસાર બેજ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું મનાઇ રહ્યુ છે. જે જગ્યા પર ઘટના બની ત્યાં બંને મિત્રો વચ્ચે શું બબાલ થઇ, કેટલા પૈસાની લેતી દેતી હતી એને ફાયરિંગ કરવાની કેમ ફરજ પડી એ તમામ પાસા ઓ પોલીસ હાલ તપાસ કરી કહી છે. હાલમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી ફાયરિંગ કરનાર પ્રકાશ મૈસુરીયાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે..