ફાયર સેફ્ટીના અભાવના કારણે 6 સ્કૂલો સીલ - 6 schools were sealed in surat
સુરત: ફાયર સેફ્ટીના અભાવના કારણે શહેરની અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગની અલગ અલગ ટીમો બનાવી રાત્રીના સમયે કાર્યવાહી કરાઈ છે. જો કે, સ્કૂલોમાં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુરતના સરથાણામાં ચાર મહિના પહેલા સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા સર્વે કરી ફાયર સુવિધા ઉભી કરવા માટે હાઈરાઈઝ ઈમારતો, કોમ્પલેક્ષ, સ્કૂલો સહિતને તંત્ર દ્રારા નોટીસ પાઠવવામાં આવી હતી. જોકે, હજુ પણ કેટલીક સ્કૂલો ફાયર સેફ્ટી ઉભી કરવાની દરકાર લઈ રહ્યી નથી. જેથી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને સીલ જોઈને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો.