- વરાછામાં આવેલા ઇલેકટ્રોનિકના ગોડાઉનમાં આગ
- સાંકડી ગલીને કારણે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી
- આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
સુરત : શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલી ધનશ્યામ નગર સોસાયટીમાં આવેલી બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉના આગ લગતા દોડધામ મચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5થી 6 ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી.
ફાયર વિભાગની 5થી 6 ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચાલવામાં આવ્યો સાંકડી ગલીમાં હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી
બાપા સીતારામ ઇલેક્ટ્રોનિકનું ગોડાઉન આવેલું છે, ત્યાં ફાયર વિભાગની ગાડીઓ અંદર જઈ શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પર કાબુ મેળવ્યો હતો.
ઇલેકટ્રોનિકના ગોડાઉનમાં લાગી આગ સ્થાનિકોના રહેવાસી આગની જાણ કરી
સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનાની જાણકારી સ્થાનિક દ્વારા આપવામાં આવી હતી. જેથી ગોડાઉનમાં રહેલા કર્મચારીઓને જાણતા ગોડાઉન ખાલી કરવામાં આવ્યું હતું. આ આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. હાલ ફાયર વિભાગ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરી રહ્યું છે.