સુરત: શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ સોની ફળિયામાં એનિમેશન એપાર્ટમેન્ટના ટેરેસ પર (Incident of fire in Gopipura Surat) મોબાઈલ ટાવર લગાવામાં આવ્યું છે. આ ટાવરમાં બપોરના સમયે કોઈ કારણસર ભીષણ (Fire in Surat)આગ લાગી હતી. જોત જોતામાં આગ વિકરાળ બની અને ટાવરને પોતાની જપેટમાં લઈ લીધું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક (Navsari Bazar Fire Department)લોકોને થતા લોકોએ ફાયર વિભાગજાણ કરી હતી. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યોહતો.
આ પણ વાંચોઃFire in Ahmedabad: સત્યમ્ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાક
એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મોબાઈલ ટાવર - બપોરના સમયે અચાનક કોઈ કારણસર ભીષણ આગ (Fire incident in Surat)લાગી હતી. લોકોએ ધુમાડો જોતા ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ ફાયર વિભાગ પહોંચેએ પહેલા આગે આખા ટાવરને પોતાની લપેટમાં લઇ લીધી હતી. નવસારી બજાર ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃFire in Ahmedabad : મેમ્કો બ્રિજ નીચે પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ, 19 ફાયર ગાડી દોડી ગઇ
આ ટાવર ચાર વર્ષથી બંધ -આ બાબતે એનિમેશન એપાર્ટમેન્ટના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યુ કે આ આગ બપોરે 2 વાગેની આસપાસ લાગી હતી. મને પોતાને અહીંથી પસાર થતાં લોકોએ કહ્યુકે ઉપર ટાવરમાં આગ લાગી છે. એટલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ સમયસર ફાયર વિભાગ આવીને ગણતરીની મિનિટોમાં આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આગ ક્યા કારણે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.