સુરત: શહેરના ઘોડદોડ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા(Bank of Baroda)મુખ્ય શાખાના સાતમા માળે કોઈક કારણસરઆગ લાગી ગઈ હતી. જેને લઇ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો (Surat Fire Department)ચલાવ્યો હતો. જોકે આખરે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં(Fire in Surat Bank)આવ્યો હતો.
બરોડાનો રૂમ બળીને ખાખ -આ બાબતે મુખ્ય બેંક ઓફ બરોડાના મુખ્ય શાખાના સિક્યુરિટી ઇન્ચાર્જ દીપકભાઈએ જણાવ્યું કે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમારા સિક્યુરિટીનો ફોન આવ્યોકે આજે સાતમાં માળે ધુમાડા નીકળી રહ્યા છે. જેથી સૌ પ્રથમ અમે ત્યાં પહોંચીને બધી લાઈટો બંધ કરાવી દીધી હતી. તાત્કાલિક વિભાગને જાણ કરી હતી. જોકે મજુરા વિભાગ સો મીટરના અંતરે હોવાને કારણે તાત્કાલિક આવી પહોંચી હતી અને તેમણે પોતાની કામગીરી શરૂ પણ કરી દીધી હતી. ઉપર જતા ની સાથે જોયું તો આખો રૂમ આગની જ્વાળા માં બળી રહ્યું હતું તો ફાયર વિભાગ પણ અન્ય બે ગાડીઓની બોલાવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃFire in Jhagadia paper mill : નાના સાંજા ગામમાં પેપર મિલમાં આગ, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો