ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની સચિન અંબિકા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, જુઓ દ્રશ્યો - સુરતની સચિન અંબિકા ઇન્ડસ્ટ્રીયલમાં આગ

સુરતનીસચિન જીઆઇડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર કલાકો સુધી કાબૂમાં આવી નથી.

આગ
આગ

By

Published : May 23, 2020, 9:16 PM IST

સુરત: સચિન જીઆઇડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ફેકટરીમાં લાગેલી આગ કલાકો સુધી ઓલવાઈ નથી.

હાલ જ લોકડાઉનમાં આ કેમિકલ ફેકટરી શરૂ થઈ હતી. અંબિકા ઇન્દ્રિસ્ટ્રીયલ કેમિકલ ફેકટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, છ કિલોમીટર દૂર સુધી ધુમાડા જોવા મળ્યાં હતા. એટલું જ નહીં ફેક્ટરીની આગ અન્ય બે ફેકટરીમાં પસરી ગઈ હતી.

સુરતની સચિન અંબિકા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ફેકટરીમાં આગ
સચિન GIDC ખાતે આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબિકા ઇન્દ્રિસ્ટ્રીયલ કેમિકલ ફેકટરીમાં લાગેલી આગ લાગતા કર્મચારીઓ બહાર ભાગ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી. સચિન, સુરત, પલસાણા સહિત અન્ય વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ આગ ઓલવવા માટે ઘટના સ્થળે દોડી આવી હતી.સમગ્ર ઘટનાની જાણ થતા બ્રિગેડ કોલ જાહેર થતા ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. કેમિકલ ફેકટરીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી જવા પામી હતી. આગના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યાં હતાં. લોકડાઉનમાં પ્રદુષણ ન હોવાના કારણે આગનો ધુમાડા છ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતાં.નોંધનીય છે કે, આવતીકાલે તક્ષશીલા અગ્નિકાંડની વરસી છે, ત્યારે જ આ આગની ઘટના બનતા લોકોમાં તક્ષશીલા અગ્નિકાંડની યાદ તાજી થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details