સુરત :શહેરમાં ફરી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના બે સ્થળોએ એક સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. તેમાં શહેરના ઉન પાટિયા પાસે આવેલી ગભેની ચોકડી પાસે કચરાના ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ શહેરના ઉધના BRC મુખ્ય માર્ગ બાજુમાં આવેલા કારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
માલ બળીને ખાખ : જોકે ફાયર વિભાગને જાણ કરતા ઉધના, ભેસ્તાન, માન દરવાજા એમ કુલ ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કાર અને સામાન બળીને ખાક થઇ ગયા હતા. શો રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાય આવેલું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી કરવામાં આવે છે. જોકે આ બંને આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ