સુરત :શહેરના સહારા દરવાજા પર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્મીમેર હોસ્પિટલમાં આગ (smimer hospital Fire) લગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગતા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આગને કાબુમાં લાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (smimer hospital Fire in Surat)
સ્મીમેર હોસ્પિટલમાં આગ લગતા મચી ભાગદોડ, કર્મચારીઓ કામે લાગ્યા
સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી. (smimer hospital Fire in Surat)
શું હતો સમગ્ર મામલો સુરત શહેરના સારા દરવાજા પર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્મીમેર હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં ડસ્ટબીનમાં કોઈક રીતે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો તે પહેલા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. (Fire case in Surat)
કોઈ પ્રકારની જાનહાની થઈ નથી આ બાબતે ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, સવારે 11 વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલ રૂમને સ્મીમેર હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ડ્રેસિંગ રૂમમાં આગ લાગી છે તેવો કોલ મળ્યો હતો. જેથી માનદરવાજા ફાયર સ્ટેસનની ગાડી મોકલવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ ત્યાં પહોંચે એ પહેલાં જ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. દુમાડાના કારણે લોકોમાં ભયનો માહોલ હતો. જોકે હવે આગ કઈ રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. (Surat Fire Department)