તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ સુરતમાં ફાયર વિભાગે લાલ આંખ કરી છે. અપુરતી ફાયર સુવિધા વાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટીસની અવગણના થતા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગે ફરી એક વખત લાલ આંખ કરી છે ફાયર વિભાગે ઉધના રોડ નબર 3 પર આવેલા મેક્સિકન પ્લાઝાને સીલ મારી દીધું હતું.આ કોમ્પ્લેક્સમાં 60 દુકાનો આવેલી છે.
સુરતમાં ફાયરની અપુરતી સુવિધાવાળી બે હોસ્પિટલ સહિત 325 જેટલી દુકાનો સીલ કરાઇ - ફાયર વિભાગની કામગીરી
સુરત : ફાયર વિભાગે સુરતમાં વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં અપુરતી સુવિધાવાળી બે હોસ્પિટલ સહિત 325 જેટલી દુકાનો સીલ કરી છે. ફાયર વિભાગની આ કાર્યવાહીથી ફફડાટ પેસી ગયો છે.
ફાયરની અપુરતી સુવિધાવાળી બે હોસ્પિટલ સહિત 325 જેટલી દુકાનો સીલ કરાઇ
આ ઉપરાંત વરાછામાં આવેલા અમેઝિંગ સ્ટાર બિલ્ડીંગને પણ સીલ મારી દીધું હતું જેમાં 91 દુકાનો આવેલી છે. તેમજ યોગીચોક સ્થિત નીલકંઠ પ્લાઝાને પણ સીલ મારી દીધું હતું,
જેમાં 173 દુકાનો અને એક હોસ્પિટલ આવેલી છે. આ ઉપરાંત શિવ જનરલ અને નિત્યા જનરલ હોસ્પિટલને પણ અપુરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દેવામાં આવી હતી.