માંગરોળ તાલુકામાં પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં આગ લાગી સુરત:ઉનાળામાં અવાર-નવાર આગ લાગવાનો બનાવ બનતો હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમએ આગ પર કાબૂ લીધો હતો.
પ્રયાસો હાથ ધર્યા: સુરત જિલ્લામાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં કંપનીના આજુબાજુના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન,કામરેજ સહિતની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ પણ વાંચો Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો
આગ પર કાબુ: ભારે જહેમત બાદ આગ પર કાબુ લીધો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થયા ન હતા. ક્યાં કારણો સર આગ લાગીએ જાણવા મળ્યું ન હતું,બનેલી આ આગની ઘટનામાં કંપનીના માલિકને આર્થિક નુકશાની વેઠવારો આવ્યો હતો. ફાયર અધિકારી રમકાંત તિવારીએ જણાવ્યું હતું કે નવાપરા જીઆઇડીસીમાં આગ લાગી તેવો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
આ પણ વાંચો Surat Crime : ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં ભીખ માંગવા આવેલી મહિલા ઝડપાઈ
તૈયાર માલ: કામરેજ તાલુકામાં પણ આગની ઘટના બની હતી. સુરતના કામરેજમાં પણ મોડી રાતે આગનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ કામરેજ નવી પારડી પાસે આવેલા વરદાન પોલીમર્સ પાસે પ્લાસ્ટિક રિસાયકલ નું કામકાજ થાય છે. જેમાં વેસ્ટેજ માલ માં આગ લાગેલ જેમાં તૈયાર માલ પણ સાથે હતો. અહી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હત.,આમ એક જ દિવસમાં સુરત જિલ્લામાં બે આગની ઘટના બની હતી. બન્ને આગની ઘટનામાં ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગ કાબૂમાં લેતા મોટી જાનહાનીઓ ટળી હતી