ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની પાંડેસરા GIDC સ્થિત પ્રેરણા મીલમાં ભીષણ આગ, એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો

સુરતના પાંડેસરના GIDC ખાતે પ્લોટ નં.-163 ઉપર આવેલા પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ પર કાબુ પર મેળવવા ફાયર સ્ટેશનની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

પાંડેસરાની GIDCમાં લાગી આગ
પાંડેસરાની GIDCમાં લાગી આગ

By

Published : Mar 1, 2021, 7:13 AM IST

  • સુરતના પાંડેસરા GIDCમાં લાગી આગ
  • ફાયર સ્ટેશનોની 14 ગાડીઓ ઘટનાસ્થળે
  • કર્મચારી પોતાનો જીવ બચાવા મિલમાંથી કૂદી પડ્યો

સુરત :પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા GIDC ખાતે આવે પ્લોટ નં.-163 ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાપડની મીલ હોવાથી હાલ આગ ચાલુ જ છે.

પાંડેસરાની GIDCમાં લાગી આગ

2 ફાયરના જવાનો અને 2 કારીગરો ઇજાગ્રસ્ત
આ આગની ઘટનામાં 2 ફાયરના જવાનો અને બે કારીગરોને ઇજા પહોંચી છે. તેઓને તરત 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક કર્મચારી પોતાનો જીવ બચાવા મીલમાંથી કૂદી પડ્યો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ છે કે, આસપાસના લોકો દુર-દુરથી પોતાના ઘરેથી જોઇ શકતા હતા. આગના ગોટે-ગોટા ઉપર ઉડતા નજર આવતા હતા.

પાંડેસરાની GIDCમાં લાગી આગ

14 ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટનાસ્થળે
સુરતની મંદરવાજા, ભેસ્તાન, ડિંડોલી, અને મંજુર સહિત 14 ફાયર સ્ટેશનોની ગાડીઓ પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મીલમાં કાપડ હોવાથી આગ વધુને વધુમાં ફેલાતો જાય છે. જોકે, મીલમાં આગ લાગવાની સાથે જ જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. જેથી, લોકો એમથી તેમ દોડવા લાગ્યા હતા. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ એક બંધ છે.

પાંડેસરાની GIDCમાં લાગી આગ

ABOUT THE AUTHOR

...view details