અમરોલીના છાપરાભાઠા ખાતે આવેલા શ્રીનાથજી રેસિડેનસીની પાછળ ગેસ લિકેજની આ ઘટના બની હતી. મનપા સંચાલિત વોટર વર્ક્સની પાછળ ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઈન પસાર થાય છે અને લાઈનમાં ફોલ્ટ આવવાના કારણે ગેસ લીકેજ થયો હતો. મળતી માહિતી મુજબ પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું હતું.
ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ, કાબૂ મેળવાયો - પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ લાગી
સુરત: અમરોલી વિસ્તારમાં ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં અચાનક ગેસ લીકેજની ઘટના બનતા આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને મળતા ફાયર ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી. જ્યાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ લાગી
આગના ગોટે ગોટા જોતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ગેસ સપ્લાયની લાઇનને બંધ કરી સમારકામ કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઉધના રોડ નંબર બે પર ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. ત્યારે અમરોલી વિસ્તારમાં પણ ગેસ લિકેજથી આગની ઘટના બની હતી.