સુરત:શહેરમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે. ફરી એક વખત એવો જ બનાવ સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલી જૂની બોમ્બે માર્કેટ ખાતે અચાનક જ પ્રથમ માળે આવેલી એક સાડીની દુકાનમાં આગ લાગી જતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. નંદની સાડીની દુકાનમાં આગ લાગતા સૌપ્રથમ સ્થાનિક વેપારીઓ માર્કેટમાંથી બહાર નીકળી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરી હતી. આશરે 12 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ માર્કેટની અંદર દુકાનમાં લાગેલી આગને ઓલવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થયા હોવાનો અંદાજ છે.
Fire in Surat Bombay Market: વરાછામાં બોમ્બે માર્કેટમાં આગ, ફાયરની ટીમની 12 ગાડીઓ સ્થળ પર જવા રવાના - 10 cars of the fire team have left for the spot
ટેક્સટાઇલ નગરી સુરત શહેરમાં સૌથી જૂની માર્કેટ ગણાતી જૂની બોમ્બે માર્કેટમાં અચાનક જ ફર્સ્ટ ફ્લોરના એક દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
Published : Oct 3, 2023, 11:03 AM IST
|Updated : Oct 3, 2023, 3:07 PM IST
"સવારે આશરે 9 થી 10:00 વાગ્યાના અરસામાં આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી. ગણતરીના મિનિટ માં આગ વધુ પ્રસરતા આખી માર્કેટ લોકોએ ખાલી કરી દીધી હતી. ફાયર વિભાગના જવાનોએ દોઢ કલાકની મહેનતમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ આટલી હદે વિકરાળ હતી કે દુકાનની અંદર મૂકવામાં આવેલ સાડી સહિત કાપડ સળગીને ખાક થઈ ગયો હતો."--નરેન્દ્ર ભાઈ દવે (વેપારી)
ફાયર સ્ટેશનની ગાડીઓ બોલાવવામાં આવી: ફાયર વિભાગના અધિકારી ક્રિષ્ના મોડએ જણાવ્યું હતું કે, "ન્યુ બોમ્બે માર્કેટ ની એક દુકાનમાં આગ લાગી છે. વિભાગની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. માર્કેટ વિસ્તાર નજીક આવેલ તમામ ફાયર વિભાગની ગાડીઓ મંગાવી દેવામાં આવી હતી. પ્રાથમિક તારણ હાલ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું છે. અમે તાત્કાલિક માર્કેટમાંથી લોકોને કાઢ્યા હતા. ત્યારબાદ આ બોલાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી."