ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા - શેરડીના પાકનું ઉત્પાદન

દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત સુરત અને ગીર વિસ્તારમાં શેરડીનું ઉત્પાદન વધુ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. આ કારણોના કારણેથી કારણોની સીધી અસર શેરડીના પાક પર થઈ રહી છે. અને તેની અસર શેરડીના પાકના ઉત્પાદન(Sugarcane crop production) પર પડી રહી છે તે જોઇ શકાય છે.

જાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા
જાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા

By

Published : Dec 6, 2022, 5:32 PM IST

સુરત દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત સુરત જિલ્લામાં વિપુલ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાતમાં ચારલાખ એકરમાં શેરડીનો(sugarcane in four lakh acres) પાક લેવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતાઘટી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ વધુ પડતા ખાતર,જંતુ નાશક દવાઓ,વાતાવરણ,તેમજ દર બે વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું કારણ છે. આ બધા કારણોની સીધી અસર શેરડીના પાક પર થઈ રહી છે.

જાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા

શેરડીનું રોપાણશેરડીના ઘટી રહેલા ઉત્પાદનને લઈને 31000 જેટલા સભાસદો ધરાવતી કામરેજ સુગર ફેકટરીના પ્રમુખ અશ્વિન પટેલએ જણાવ્યું હતું કે કામરેજ પંથકમાં આ વર્ષે 18000 એકર લામ અને શેરડીનું રોપાણ થયું છે. આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં એકર દિઠ પાંચ થી છ ટનનો ઘટાડો થયો છે. જેનું કારણ છે ખેડૂતો વર્ષોથી એકનો એક પાક બનાવે છે. અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરે છે જેને લઈને જમીન કડક થઈ ગઈ છે. અને પાકના મૂળિયાં ઊંડે સુધી જતાં નથી. તેમજ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે,તેમજ ભૂંડનો પણ બહુ ત્રાસ છે,ખેડૂતો પાકની ફેરબદલી કરે તેમજ પ્રાકૃતિક ખેતી કરે તે માટે કામરેજ સુગર દ્વારા અવાર નવાર સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે.

મુખ્ય પાક શેરડીસાયણ સુગર ફેક્ટરીના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે સાયણ પંથકમાં મુખ્ય પાક શેરડીનો છે. પહેલા ઓક્ટોબર મહિનામાં વરસાદ બંધ થતો હતો અને ઓક્ટોબર મહિનામાં પિલાણ સિઝન શરૂ થતી હતી, ઋતુઓ સમયસર બદલાઈ જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુઓ પાછળ જઈ રહી છે,આ મુખ્ય કારણ છે,સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે, જે રીતે ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે જેને લઇને પર્યાવરણ પર સીધી અસર થઈ રહી છે તેમજ શેરડીના ઉત્પાદન લીધા પછી જમીન તપવી જોઈએ અને છાણીયા ખાતરનો ઉપયોગ વધુ થવો જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતા ટકી રહે પણ હાલ આવું થતુ નથી,આ બધા ઉત્પાદન ઘટાડા પાછળના મુખ્ય કારણો છે.

ABOUT THE AUTHOR

...view details