- સચિન વિસ્તાર ખાતે મેડિકલ ઑક્સિજન ધરાવતી 2 ટેન્ક અને રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ
- સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે દેશભરમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની તૈયારીઓ
- સી. આર. પાટીલે 100 નવા ચહેરા અંગેના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી
સુરત : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સચિન વિસ્તાર ખાતે 21 અને 17 ટન મેડિકલ ઑક્સિજન ધરાવતી 2 ટેન્ક સહિતના રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત ન સર્જાય, તે માટે એ. ડી. મોરે એન્ડ સન્સ કંપની દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં સી.આર.પાટીલે અગાઉ આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જેટલા ધારાસભ્યો અમારી પાસે છે અને 182માં જેટલા ઘટે છે. તેને જોતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળી શકે છે.
ભાજપ માટે કાર્યકર્તા મહત્વનો છે
કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલા વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાને લઈને ખોટો અર્થઘટન કરાયો છે. હાલમાં જેટલા ધારાસભ્યો અમારી પાસે છે, અને 182માં જેટલા ઘટે છે, સાથે જ કેટલાક રિટાયર્ડ થાય એને જોતા 100 નવા ચહેરા આવશે. કાર્યકર્તાઓનું ધ્યાન નેતાઓએ રાખવું જ પડશે, ભાજપ માટે કાર્યકર્તા મહત્વનો છે.