ગુજરાત

gujarat

ETV Bharat / state

Suicide case in Surat : પાંડેસરા વિસ્તારમાં ફાઈનાન્સ સાથે જોડાયેલ વ્યક્તિએ ઓફિસમાં ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા - પાંડેસરામાં ફાયનાન્સરે આત્મહત્યા કરી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ચામુંડા ફાર્મનામની ઓફિસમાં ફાઈનાન્સ(Financier commits suicide) સાથે જોડાયેલ વ્યક્તિએ કોઈ કારણો સર ગળે ફાસો ખાઈને આત્મહત્યા(Suicide case in Surat) કરી છે. આ વાતની પાંડેસરા પોલીસને જાણ થતાં મૃતદેહનો કબ્જો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Suicide case in Surat : પાંડેસરા વિસ્તારમાં ફાઈનાન્સ સાથે જોડાયેલ વ્યક્તિએ ઓફિસમાં ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા
Suicide case in Surat : પાંડેસરા વિસ્તારમાં ફાઈનાન્સ સાથે જોડાયેલ વ્યક્તિએ ઓફિસમાં ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા

By

Published : Dec 15, 2021, 2:18 PM IST

  • સુરતમાં એક ફાઇનાન્સરે આત્મહત્યા કરી
  • ઓફિસમાં જ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા
  • ઘંધો બરાબર ન ચાલતો હોવાનું પ્રાથમિક કારણ

સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ દકશેશ્વર મંદિર પાસે આવેલ ચામુંડા ફાર્મનામની ઓફિસમાં ફાઈનાન્સ સાથે જોડાયેલ વ્યક્તિએ કોઈ કારણો સર ગળે ફાસો ખાઈને(Financier commits in Pandesara) જીવન ટૂંકાવ્યું છે. જો કે સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બાબતે પાંડેસરા પોલીસે મૃતદહેનો કબ્જે લઇ આગળની(Crime Case in surat) કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારનો એકમાત્ર આર્થિક સહારો હતો

આ બાબતે મૃતકના નાના ભાઈએ જણાવ્યુ કે, છેલ્લા પાંચ વર્ષથી રાકેશ ફાઇનાન્સનું કામ(Finance work Surat) કરે છે. અને તે કેટલાક ઘણા સમયથી માનસિક તણાવમાં પણ જોવા મળતો હતો. ધંધો બરાબર ન ચાલતો હોવાને કારણે આત્મહત્યા(Suicide case in Surat) કરી હોય તેવું માની શકાય. પરિવારમાં માતા-પિતા તેમની વાઈફ બે સંતાનોમાં એક છોકરો અને છોકરી.

પાંડેસરા પોલીસને રાતે 11 વાગે જાણ થઈ

આ બાબતે તપાસ કરતા અધિકારી(pandesara police station) ASI ભરત મકવાણા જણાવ્યું કે, અમને રાતે 11 વાગે કંટ્રોલમાં કોલ મળ્યો હતો એટલે અમે જેતે બનાવની જગ્યા ઉપર પહોંચ્યા હતા. આમાં કોઈ સુસાઇડ નોટ કે અન્ય વસ્તુઓ મળી આવી નથી. અમે તેમનો ફોન કબજે કર્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હાલ તો ગુનો નોંધી આગળ તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચોઃ Phonological analysis બાળકોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક: મનોવૈજ્ઞાનિક

આ પણ વાંચોઃ Dhrol Police Station:રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details