સુરતની આ 5 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પાલિકા દ્વારા રિફર થયેલા દર્દીઓ માટે રહેશે - કોરોના ન્યુઝ
ખાનગી હોસ્પિટલમાં સુવિધા અનુસાર મહત્તમ ચાર્જીસ જાહેર કરાયા છે. સપાર્કલ હોસ્પિટલમાં પાલિકાના 45 બેડ ઉપલબ્ધ છે. અન્ય ચાર હોસ્પિટલોમાં 75-75 બેડ ઉપલબ્ધ કરાયા છે. પાલિકા દ્વારા રિફર કરાયેલા દર્દીની સારવાર માટે પ્રતિ દિવસ 4500થી 11250 નક્કી કરાયા છે.
![સુરતની આ 5 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પાલિકા દ્વારા રિફર થયેલા દર્દીઓ માટે રહેશે સુરતની પાંચ ખાનગી હોસ્પિટલોમાં પચાસ ટકા બેડ પાલિકા દ્વારા રીફર થયેલા દર્દીઓ માટે રહેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7553532-386-7553532-1591769780834.jpg)
સુરતઃ ખાનગી હોસ્પિટલમાં સુવિધા અનુસાર મહત્તમ ચાર્જીસ જાહેર કરાયા છે. સપાર્કલ હોસ્પિટલમાં પાલિકાના 45 બેડ ઉપલબ્ધ છે. અન્ય ચાર હોસ્પિટલોમાં 75-75 બેડ ઉપલબ્ધ કરાયા છે. પાલિકા દ્વારા રિફર કરાયેલા દર્દીની સારવાર માટે પ્રતિ દિવસ 4500થી 11250 નક્કી કરાયા છે.
સપાર્કલ હોસ્પિટલમાં પાલિકાના 45 બેડ ઉપલબ્ધ છે. જ્યારે અન્ય ચાર હોસ્પિટલોમાં 75 -75 બેડ ઉપલબ્ધ કરાયા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે. પાલિકા કમિશનરના આદેશ બાદ હોસ્પિટલ લેવાતા ચાર્જીસમાં પાંચથી દસ ટકાનો ઘટાડો થયો છે.પાલિકા દ્વારા રીફર કરાયેલા દર્દીની સારવાર માટે પ્રતિ દિવસ 4500થી 11250 નક્કી કરાયા છે. હોસ્પિટલના દર્દીઓ માટે પ્રતિ દિવસ 9 હજારથી 21850 દર નક્કી કરાયા છે. નક્કી કરાયેલા દરોમાં સ્પેશિયલ ડોક્ટર વિઝિટ ફી,દવા અને અન્ય ચાર્જીસનો સમાવેશ નથી. વોર્ડ,એચડિયું,આઇસોલેશન,આઈસિયું,એમ ચાર કેટેગરીમાં પાલિકાએ ખાનગી હોસ્પિટલોના ચાર્જીસ નક્કી કર્યા છે.
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ 64 ટકા થયો છે. મંગળવારે 39 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 1419 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં સોમવારે પોઝિટિવ કેસોની સંખ્યા 2179 હતી, જેમાં 59 કેસોનો વધારો થવાથી મંગળવારે કુલ 2238 કેસો થયા છે. કુલ 87 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 3.9 ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ 20 કેસો મળી આવ્યા છે. લસકાણા અને ગોતાલાવાડી ગીચ વિસ્તાર હોવાથી ક્લસ્ટર બનતા જાય છે અને ત્યાં કેસની સંખ્યા વધી રહી છે.