ગુજરાત

gujarat

ETV Bharat / state

સગાઈ તોડવા મંગેતરનું કારસ્તાન, પોતાની જ મંગેતરનું બનાવ્યું ફેક એકાઉન્ટ - સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતમાં સગાઇ તોડવા માટે પોતાની જ મંગેતરનું ફેક અકાઉન્ટ બનાવી બિભત્સ મેસેજ અને ફોટા અપલોડ કર્યા હતા.

Etv Bharat, Gujarati News, Surat News
સગાઈ તોડવા મંગેતરનું કારસ્તાન

By

Published : Dec 27, 2020, 12:26 PM IST

  • સુરતમાં સગાઇ તોડવા મંગેતરનું કારસ્તાન
  • સુરતમાં સાયબર ક્રાઇમ
  • પોલીસે તપાસ હાથ ધરી

સુરતઃ શહેરમાં સગાઇ તોડવા માટે પોતાની જ મંગેતરનું સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું અને તેમાં બિભત્સ મેસેજ અને ફોટાઓ અપલોડ કર્યા. જે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

સગાઈ તોડવા મંગેતરનું કારસ્તાન

પોતાની જ મંગેતરનું ફેક એકાઉન્ટ બનાવ્યું અને તેમાં બિભત્સ મેસેજ અને ફોટા અપલોડ કર્યા. તે મેસેજ પરિવારને બતાવી સગાઈ તોડી નાખી હતી. આખરે પોલીસ ફરિયાદ થતાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ પણ ચોંકી ઉઠી

સગાઈને તોડવા માટે એક યુવકે પોતાની મંગેતરનું ફેક એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટો અને મેસેજ અપલોડ કર્યો હતો અને આજે એકાઉન્ટ બતાવી તે યુવતી સાથે સગાઈ તોડી નાંખી હતી. એક તરફ સગાઈ તૂટવાનું દુઃખ અને બીજી બાજુ આવી ઘટના સામે આવતા યુવતીએ સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. પોલીસે જ્યારે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, યુવતીના મંગેતરે પોતે જ આ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું કે જેથી તેના લગ્ન તૂટી જાય.

આરોપી હાલ બેકાર છે અને કતારગામ વિસ્તારમાં રહે છે

યુવતીએ સમગ્ર મામલે નોંધાવી હતી. સાયબર ક્રાઈમમાં ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે આરોપી મંગેતર જયદીપ ભીમજીભાઈ તસ સરિયાની ધરપકડ કરી છે. આરોપી હાલ બેકાર છે અને કતારગામ વિસ્તારમાં રહે છે.

ABOUT THE AUTHOR

...view details