સુરત:જિલ્લામાં ફરી પછી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ રણછોડ નગર સ્થિત આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુવામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કોઈ નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવા માટે આ કાર્ય કર્યું હોય એવું અનુમાન છે. જોકે આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે ભ્રુણને FSLમાં મોકલી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા એક વર્ષમાં લિંબાયત વિસ્તારમાંથી ત્રણ જેટલા ભ્રુણ મૃત હાલતમાં આવી આવ્યા છે.
Child Fetus Found: સુરતમાં ફરી પછી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું - Surat News
સુરતના લીંબાયત વિસ્તારમાં ગટરમાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ સમગ્ર મામલે ભ્રુણને લીંબાયત પોલીસએ FSLમાં મોકલી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Published : Sep 23, 2023, 10:34 PM IST
અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો: આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.વી.દિહોરાએ જણાવ્યું કે, 'આજે સવારે આઠ વાગ્યાની આસપાસ અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રણછોડનગર સ્થિત આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુવામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવતા અમે ત્યાં પહોંચ્યા હતા. ભ્રુણને જોતા એક બે દિવસનું હોય તેવું હોઈ શકે છે. અમે આ મામલે ભ્રુણને FSLમાં મોકલી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત આજુબાજુના લોકોના નિવેદન અને સીસીટીવીની પણ મદદ લેવાઈ રહી છે. પરંતુ હજી સુધી નિષ્ઠુર માતા જોવામાં આવી નથી. અમારી તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં લિંબાયત વિસ્તારમાંથી ત્રણ જેટલા ભ્રુણ મૃત હાલતમાં આવી આવ્યા છે. જેમાં એક કેસમાં પોલીસે નિષ્ઠુર માતા સહિત ખાનગી ક્લિનિક ડોક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આવી નિષ્ઠુર માતાને શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.