માંડવીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે કેરોસીન છાંટી આત્મહત્યા કરી - સુરત તાજા સમાચાર
માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર પોતાના સાસરીયામાં આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા તંત્ર દોડતું થયુ હતું.

સુરતઃ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર પોતાના સાસરીયામાં આત્મહત્યા કરી હતી. ધટનાની જાણ પોલીસને થતા તંત્ર દોડતું થયુ હતું. તેઓ સાસરીમાં અગમ્ય કારણોસર કેરોસીન છાંટી સળગી જતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સુનિતા ચૌધરી ને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.વધુ પ્રમાણમાં દાઝી જવાને કારણે તેઓને સુરત સિવિલ હૉસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
પોલીસ કોન્સ્ટેબલ સુનિતા ચૌધરી કયા કારણોસર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી છે, તે હજી સુધી બહાર આવ્યું નથી. આ ધટનાની વધુ તપાસ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇસ્પેક્ટર જયેશ વળવી તપાસ કરી સાચી હકીકત બહાર લાવશે.