ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે KYC વગર કારીગરોને સુરતમાં નહીં મળે કામ, ત્રિપલ મર્ડરની ઘટના પછી FOGVAનો નિર્ણય - KYC Mandatory for outside worker in surat

સુરતમાં ત્રિપલ મર્ડર બાદ હવે ફોગવા સફાળું જાગ્યું (Federation of Gujarat Weavers Welfare Association) છે. એટલે તાત્કાલિક એક અગત્યની બેઠક યોજી કેટલાક નિર્ણયોમાં ફેરફાર કર્યા હતા. તો હવે સુરતમાં કામ કરતા કારીગરોને નોકરીએ રાખતા પહેલા તેમનું KYC કરવામાં (KYC Mandatory for outside worker in surat) આવશે. આ ઉપરાંત અન્ય પણ નવા નિર્ણય કરવામાં આવ્યા છે.

હવે KYC વગર કારીગરોને સુરતમાં નહીં મળે કામ, ત્રિપલ મર્ડરની ઘટના પછી FOGVAનો નિર્ણય
હવે KYC વગર કારીગરોને સુરતમાં નહીં મળે કામ, ત્રિપલ મર્ડરની ઘટના પછી FOGVAનો નિર્ણય

By

Published : Dec 28, 2022, 11:49 AM IST

Updated : Dec 28, 2022, 3:25 PM IST

અમરોલીમાં થઈ હતી હત્યા

સુરતશહેરના અમરોલી ખાતે બનેલી ત્રિપલ મર્ડરની (Surat Triple Murder Case) ઘટના બાદ ફેડેરેશન ઑફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને એક બેઠક (Federation of Gujarat Weavers Welfare Association) યોજી હતી. તેમાં અનેક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને કારીગરોના (FOGVA Meeting in Surat) તમામ પૂરાવા લઈને નોકરી પર રાખવા તેમ જ પગારરોકડની જગ્યાએ સીધો બેન્કમાં જ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમરોલીમાં થઈ હતી હત્યા આપને જણાવી દઈએ કે, અમરોલી વિસ્તારમાં બનેલી ટ્રિપલ મર્ડરની ઘટનાએ (Surat Triple Murder Case) ઉદ્યોગકારોને હચમચાવી દીધા છે. વેપારીઓ અને વિવર્સ 30 ડિસેમ્બરે શોકસભા અને ત્યારબાદ ચિંતન શિબિરનું આયોજન કરશે. આ પહેલા રવિવારે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્ષો નામની ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નંબર 8માં એમ્બ્રોડરી કારખાનેદાર પિતા-પુત્ર સહિત 3 લોકોની (Surat Triple Murder Case) હત્યા કરવામાં આવી હતી. 2 કારીગરોએ મૃતકોને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

અગત્યની બેઠકમાં અગત્યના નિર્ણય લેવાયા આ ઘટના અંગે વિચારવિમર્શ કરી સરકારને યોગ્ય રજૂઆત કરવા તેમ જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લેવા વિવર્સની અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં (FOGVA Meeting in Surat) 35 એસોસિએશનના પ્રમુખો હાજર રહ્યા હતા. આમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા

નોકરી પર રાખતા પહેલા E KYCફોગવાના (Federation of Gujarat Weavers Welfare Association) પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, એસોસિએશનની બેઠકમાં (FOGVA Meeting in Surat) પણ કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં કારીગરોને નોકરી પર રાખતા પહેલા KYC (Surat Workers KYC) તેમ જ આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ એટલું જ નહીં, પરંતુ તેની ઓળખ યોગ્ય રીતે થાય તેના માટે તેમના ગામના કે અહીંના પણ પુરાવા સાથે લઈને જ નોકરી (KYC Mandatory for outside worker in surat) પર રાખવા. આ ઉપરાંત કારીગરોને રોકડને બદલે હવે સીધા બેકમાં ચેકથી જ પગાર આપીશું, જેથી રેકોર્ડ પણ રહે. અમે સુરત પોલીસ કમિશનરને મળીને (Surat Police Commissioner) આ સમગ્ર મામલે રજૂઆત કરી છે.

Last Updated : Dec 28, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details