ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદની આગાહી, ખેડૂત અને સુગર મિલોને નુકસાનની ભીતિ - લો પ્રેશર

સુરત: જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર, શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા 3 થી 4 દિવસની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

સુરત
સુરત

By

Published : Dec 2, 2019, 8:36 PM IST

આગામી 3 થી 4 દિવસ દરમિયાન સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડે તો ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને મોટુ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદ

આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાદે જણાવ્યું છે કે, અગાઉ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, એટલું નહીં પરંતુ, શેરડીના ઊભા પાકને પણ નુકસાન થતાં સુગર મિલો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે. તેના પગલે સુગર મિલોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂત અને સુગર મિલોને થઈ શકે તેવી ભીતિ છે.

ABOUT THE AUTHOR

...view details