સુરત: મૂર્તિકાર મહિલા પાસેથી 2 લાખ હાથ ઉછીના લઇને પાછા નહીં આપનાર પિતા-પુત્રએ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને બળજબરીથી દારૂ પણ પીવડાવવામાં આવ્યો હતો. ધમકી આપી તેના ઉપર પિતા પુત્ર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જે મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે પિતાની ધરપકડ કરી છે. જ્યારે પુત્રને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Surat Crime: મૂર્તિકાર મહિલાએ ઉછીના આપેલ 2 લાખ રૂપિયા પાછા માંગતા પિતા-પુત્રએ ગુજાર્યો બળાત્કાર - Surat Crime
સુરત મૂર્તિકાર મહિલા પાસેથી 2 લાખ હાથ ઉછીના લઇને પાછા નહીં આપનાર પિતા-પુત્રએ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Published : Oct 9, 2023, 10:16 AM IST
"અમારા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવી છે કે, જેમાં અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લાલ દરવાજા પાસે રહેતી મહિલા જેઓ મૂર્તિનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષોથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તેમની મુલાકાત આરોપી શિવકુમાર કિશનભાઇ પારકરની સાથે થઇ હતી. શિવકુમારે બીજા ત્રણ- ચાર ગ્રાહકો મોકલાવ્યા હોવાથી મહિલાના પતિ સાથે પણ તેમની સારી મિત્રતા થઇ હતી. ત્યારબાદ 2000 વર્ષમાં મહિલાના પતિએ ટેમ્પો ખરીદી તેમાંથી ગુજરાન ચલાવતા હતા. 2015માં તેઓ વેચી નાખ્યું હતું. મહિલાનું મંછરપુરામાં આવેલ મકાન પણ હતી. તે કોઈ કારણોસર વેચ્યું હતું. જેના રૂપિયા આવ્યા હોવાથી આરોપી શિવકુમારે ધંધો કરવા માટે રૂપિયા માંગ્યા હતા અને પાંચ-છ મહિનામાં જ પરત કરી દેવાનો વાયદો કર્યો હતો."--જે.બી.ચૌધરી (મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI)
બળાત્કાર ગુજાર્યો: વધુમાં જણાવ્યું કે, ત્રણેક મહિના બાદ જ્યારે રૂપિયાની માંગણી કરતા શિવકુમારે મહિલા અને તેના પતિના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારે ગઈકાલે આરોપી શિવકુમાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો અને ઘરે મહિલા એકલા હોવાનો ગેરલાભ લઇને તેણીને બેડરૂમમાં લઇ જઇ ચપ્પુ બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. તે સમય દરમિયાન તેમનો પુત્ર પણ હતો. આ સમગ્ર બનાવ અંગે મહિલાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે હાલ આરોપી શિવકુમારની ધરપકડ કરી છે. જ્યારે તેમના પુત્ર વેદાંતને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.