સુરતમાં વધુ એક હત્યા કરનાર ગુનેગારની પોલીસે ધરપકડ કરી સુરત:સુરતના લિંબાયત વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેલથી બહાર જામીન પર આવેલા રીઢા ગુનેગારે બે બાળકો સામે તેમના પિતાની કરપીણ હત્યા (Father killed in front of two children) કરી નાખી હતી. હત્યા કરનાર રીઢા આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી લીધી છે. (surat crime news)
બે બાળકો સામે પિતાની હત્યા:8 જાન્યુઆરીના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ઋષિકેશ એન્કમાં રહેતા નિતેશ સાહેબ રાવ પાટીલની તેમના બે બાળકો સામે જ કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. નિતેશ પોતાના બે બાળકોને નાસ્તો કરાવવા માટે લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપી દશરથ ઉર્ફે કાંણીઓ પાંડુરંગ પાટીલ સોસાયટીના ગેટ પાસે બેઠો હતો. અને વગર કોઈ કારણ તેણે નિતેશ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. નિતેશ અને દશરથ વચ્ચે અગાઉ પણ ગણપતિના તહેવાર સમયે ઝઘડા થયા હતા.
આ પણ વાંચો:માણાવાવમાં જમીન પડાવી લેવાની ફરિયાદ, તોડફોડ અને ફાયરિંગની ઘટના
ચપ્પુના ઘા ઝીંકી હત્યા:સોસાયટીના ગેટ પાસે બેસેલા દશરથને નિતેશે કહ્યું હતું કે 'તુ સુબહ સે યહાં કયું બેઠને આ જાતા હૈ તુજે યહા આને સે મના કિયા હૈ...' આ સાંભળીને દશરથ ઉશ્કેરાઈ ગયો હતો. અને આરોપી દશરથે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. નિતેશ ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને જેના આધારે પોલીસે આરોપી દશરથની ધરપકડ કરી લીધી છે.
પુરાવાનો નાશ:એસીપી જે.ટી. સોનારાએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી દશરથ એ અગાઉથી જ મનોજ અશોક પગારે નામના શખ્સની દુકાનમાં ચપ્પુ રાખ્યું હતું. એટલું જ નહીં હત્યા બાદ મનોજે તે ચપ્પુ છુપાવવા માટે સંતોષકુમાર પટેલને આપી દીધું હતું. જેથી હત્યા, પુરાવાના નાશ કરવા અને બંને મળીને જે કાવતરા કર્યા છે તે અંગેની કલમના આધારે ધરપકડ કરવામાં આવી છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને દશરથ ઉર્ફે કાળીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો:અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા
10 જેટલા ગુનામાં ફરિયાદ: ઉલ્લેખનીય છે કે આરોપી દશરથ રીઢો ગુનેગાર છે. અગાઉ પણ અનેક ગુના માટે જેલવાસ ભોગવી ચુક્યો છે. પ્રોહિબિશન જેવા 10 જેટલા ગુનામાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પાછા હેઠળ તેની અટકાયત પણ કરાઈ હતી. હાલ તે જેલથી જામીન ઉપર આવ્યો હતો અને ગણપતિ ઉત્સવમાં થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપી દશરથે નિતેશની કરપીણ હત્યા કરી નાખી હતી.