- સુરતમાં સસરાએ વહુ ઉપર ગરમ પાણી ફેક્યું
- શરીર પર ધક ધકતું ગરમ પાણી પડતા પીઠ દાઝી ગઈ
- હું ઘરમાં એકલી હોય ત્યારે મારી સાથે મારા સસરા શારીરિક છેડછાડ કરે છેઃ પીડિતા
સુરતઃ શહેરના ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ઉપર વહેલી સવારે તેમના ઘરમાં સસરાએ ગરમ પાણી(Hot water) નાખતા સ્ત્રીની પીઠની બાજુએ દાઝી ગઈ હતી. ત્યાર બાદ મહિલાએ પોતે સારવાર કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ(Civil Hospital Surat) પહોંચ્યા હતા. જ્યાં મહિલા સારવાર કરાવી પોતાના સાસુ-સસરા વિરુદ્ધ સુરત પોલીસ(Surat police) ફરિયાદ પણ નોંધાવી હતી.
પીડિતાનું નિવેદન..
પીડિતાએ કહ્યુ કે, વહેલી સવારે મારી સાસુએ મારા સસરાને એમ કહ્યું કે મારી ઉપર ગરમ પાણી નાખી દે, ત્યારબાદ મને ધક્કામુકીનો મારે મને બાથરૂમમાં ઠંડા પાણીથી નવડાવવામાં આવી હતી અને મને માથે લાકડાના ફટકા પણ(Surat Crime) મારવામાં આવ્યો. બાથરૂમમાંથી બહાર આવી તો મારી ઉપર ગરમ પાણીની તપેલી નાખવામાં આવી.