- બાળકો ઘરે બેસીને Online Education મેળવી રહ્યા
- ઓલપાડ તાલુકાની આકાંક્ષા પટેલ એક ઉભરતી પ્રતિભા
- દીકરી ચિત્રકલા ક્ષેત્રે પોતાની અદ્ભુત કલાના દર્શન કરાવે
સુરત : કોરાના મહામારીના પગલે શાળા-કોલેજો બંધ છે અને બાળકો ઘરે બેસીને Online Education મેળવી રહ્યા છે. આ વચ્ચે કેટલાક બાળકો પોતાના શિક્ષણકાર્યની સાથે-સાથે કેટલીક વિશિષ્ટ પ્રવૃતિઓ કરતા હોય છે. જે પ્રવૃતિઓ બાળકોમાં રહેલી સષુપ્ત શક્તિઓ અને તેની પ્રતિભાઓને દ્રશ્ય કરે છે .
આ પણ વાંચો : બાળકોમાં ઓનલાઈન શિક્ષણની અસર
પાણીપુરી લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા
ઓલપાડ તાલુકાની Primary Schoolમાં અભ્યાસ કરતી વિધાર્થીની આકાંક્ષા હરીશ પટેલ એક ઉભરતી પ્રતિભા છે. પિતા કિમનગરમાં પાણીપુરી લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પિતાની પરિવાર માટેની મહેનત અને ગરીબ સ્થતિ વચ્ચે હરીશની આ દીકરી ચિત્રકલા ક્ષેત્રે પોતાની અદ્ભુત કલાના દર્શન કરાવે છે.
આ પણ વાંચો : બાળકોની આંખોની તપાસ કરાવી જરૂરી
સમાજને વિશેષ સંદેશો પાઠવે તે પ્રકારના ચિત્રો
આ બાળકીનો કલા પ્રેમ ગજબનો છે. તેણીએ ઘરેબેઠા અભ્યાસ ઉપરાંત પર્યાવરણ જતન સંભવિત ચિત્રો ઉડીને આખે તો વળગે જ છે. પરંતુ સાથો સાથ સમાજને પણ વિશેષ સંદેશો પાઠવે છે. ત્યારે આજે રવિવારે Father's Day પર પિતાનું નામ એક દિવસ ચોક્કસ રોશન કરશે.