ગુજરાત

gujarat

ETV Bharat / state

પિતા-પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન પુત્રીનું મોત - સુરતમાં ક્રાઈમ રેટ

સુરતઃ લિંબાયત મીઠીખાડીમાં પિતા-પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલા બાદ પુત્રીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 30મીની રાત્રે નજીવી બાબતે હુમલો કરનાર ઇમરાન, સલમાન અને કાદિર આણી મંડળીએ 6 મહિનાથી ચાલતા ઝઘડામાં યુવતીની હત્યા કરતા પોલીસે તપાસ આગળની તપાસ હાથ ધરી છે.

fatal-attack

By

Published : Nov 1, 2019, 7:50 PM IST

સુરતમાં હજુ પણ મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં પણ શહેરના કેટલાક વિસ્તરોમાં તો આવી બાબતો તો સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે, ત્યારે લીંબાયત વિસ્તારમાં બે લોકોના ઝગડામાં હત્યા સુધીનો બનાવ બની જતા પોલીસ દોડતી થઈ હતી.

પિતા-પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન પુત્રીનું મોત

છેલ્લા 6 મહિનાથી ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો, ત્યારે આખરે ઝગડામાં એક યુવતીએ જીવ ગુમાવો પડ્યો છે. લીંબાયત પોલીસ પાસે ફરિયાદી અનેક વાર ગયા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી ન કરી અને સામાન્ય ઝઘડામાં આપેલી ગાળ યુવતી નસરીનની હત્યા સુધી પહોંચતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

30 તારીખ રાત્રીના સમયે ફરિયાદીનો પુત્ર અને પુત્રી લીંબાયત પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતાં. તે સમયે કેટલાક ઈસમો આવી અચાનક જ હુમલો કરતા પુત્ર અને પુત્રી બંનેને ઇજા થઈ હતી. જેથી પુત્રીને માથાના ભાગે વધુ ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મામલો થાળે પાડ્યો અને પરિવારને સમાજવતા પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details