સુરતઃ સહિત દક્ષિણ ગુજરાતમાં આ વખતે ઉનાળુ ડાંગરનો મબલક પાકનું ઉત્પાદન થયું છે. સરકારે પણ ડાંગરના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે, પરંતુ ખરીદી ન નીકળતા ચિંતામાં સરી પડેલા ખેડૂતોએ ઓછા ભાવે ડાંગરનો પાક સહકારી મંડળીઓમાં આપવાનું શરૂ કર્યું છે.
એક તરફ ચોમાસા અને વાવાઝોડાની આગાહી છે. જ્યાં બીજી તરફ ખેડૂતોને પોતાના ડાંગર પાકની ચિંતા સતાવી રહી છે.જેથી સરકાર દ્વારા હજી સુધી ખરીદી ન કરતા આખરે નાછૂટકે ખેડૂતો પોતાનો ડાંગર પાક સહકારી મંડળીઓમાં આપી રહ્યા છે.
એક તરફ કોરોના વાઇરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના પગલે ખેડૂતો પહેલાથી જ કફોડી સ્થિતિમાં મુકાયા છે, ત્યા બીજી તરફ રાજ્ય સરકારે ડાંગરના ટેકાના ભાવ જાહેર કર્યા છતાં ખરીદી શરૂ ન કરતા પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે.