- જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો
- ઝડપી પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતિત
- બારડોલી, કામરેજ, પલસાણા અને મહુવામાં છૂટોછવાયો વરસાદ
બારડોલી: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે, 18મીના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાવવાની સંભાવના છે. જેની અસર આજે રવિવારથી જ શરૂ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:ગુજરાત પર તોળાતા વાવાઝોડા 'તૌકતે'ના જોખમને અનુલક્ષીને તંત્ર સજ્જ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
ધૂળની ડમરી ઉડવા લાગતા રસ્તા પર લોકોની દોડધામ
સુરત જિલ્લાના બારડોલી ઉપરાંત પલસાણા, મહુવા અને કામરેજ તાલુકામાં રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાય જવાની સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જેના કારણે રસ્તાઓ પર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત, પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. દસેક મિનિટ વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.