- એક બોરી પર 300થી 700 રૂપિયાનો ભાવ વધારો
- પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પહેલાથી જ નારાજ હતા
- ઇફકો દ્વારા કરવામાં આવ્યો ભાવ વધારો
સુરત: શેરડીના ઓછા ભાવથી નારાજ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. DAP ખાતરના ભાવમાં 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત અન્ય ખાતરના ભાવો પણ વધતા ખેડૂત પુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ: બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક
ખેડૂતોની આવક બમણી કરવાની વાત પોકળ
સરકાર દ્વારા 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે. જેની સામે વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા જાહેર કરવામાં આવેલા શેરડીના ટનદીઠ ભાવ વર્ષ 2012-13ની સિઝન કરતા પણ 200થી 300 રૂપિયા ઓછો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષના ભાવની સરખામણીએ ખૂબ ઓછા ભાવ મળતા ખેડૂતોની આવક બમણી કરવાની વાત પોકળ સાબિત થઈ હતી.
ખેડૂતોની હાલત કફોડી બની
પાકના પોષણક્ષમ ભાવ નહીં આપી શકનાર સરકારે ખેડૂતોને વધુ એક ઝટકો આપ્યો છે. ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો ઝીંકવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.
DAPમાં સૌથી વધુ 700 રૂપિયાનો વધારો