દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીજ પુરવઠામાં રવિવારથી એકાએક ફેરફાર કરતા ખેડૂતો રોષે ભરાયા હતાં. આ નિર્ણયથી ખેડૂત સમાજના અગ્રણી જયેશ ડેલાદે જણાવ્યું હતું કે, પહેલા વહેલી સવારથી રાત્રે 9 વાગ્યા સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જો કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ હવે વીજ પુરવઠો કેટલાક ગામોમાં રાત્રીના 10 :30 વાગ્યાથી લઈ સવારે 6 :30 વાગ્યા સુધી આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અન્ય ગામડાઓમાં સવારે 7:30 વાગ્યાથી બપોરે 3:30 કલાક સુધી વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો હતો.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નિર્ણય સામે ખેડૂતોમાં રોષ - ખેડૂત સમાજના અગ્રણી જયેશ ડેલાદ
સુરત: ખેડૂતોના ખેતી માટેનો વીજ સપ્લાય દિવસના બદલે રાત્રીનો કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીજ પુરવઠામાં રવિવારથી એકાએક સમયમાં ફેરફાર કરી આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આ નિર્ણય સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ સરકાર સમક્ષ પણ રજુઆત કરવાના છે. જો નિર્ણય પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જે નિર્ણય સામે રાત્રીના જે પાણી પીવડાવવામાં આવ્યું હશે. તે દિવસના પણ આકરા તાપ બાદ બીજા દિવસે ત્યાં ફરી વખત થોડું પાણી પીવડાવવાની ખેડૂતોને ફરજ પડશે. રાત્રીના સમયે ખેડૂતોએ ઉજાગરો કરવો પડશે જેને લઈ ખેડૂત આલમમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. આ વખતે વરસાદ પણ સારો પડ્યો છે અને ગુજરાતના ડેમો પણ છલકાયા છે. જેથી વીજળી જોઇએ તેટલા પ્રમાણમાં મળી રહે તેમ છે.
આગામી દિવસોમાં જો વીજ પુરવઠા સપ્લાયના સમયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવશે.