વાત મહુવા તાલુકાની કરવામાં આવે તો અહીંના ખેડૂતો પહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલ ઓર્ગેનિક તેમજ વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી સારો એવો પાક મેળવી રહ્યા છે. ઓર્ગેનિક ખાતર જેમાં ગૌમૂત્ર તેમજ છાણનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. વર્મી કમ્પોઝ ખાતરમાં પાંદડા તેમજ સૂકા કચરાને સડાવી અળસીયાનો ઉપયોગ કરી આ ખાતર બનવામાં આવે છે.
મહુવાના ખેડૂતોનો વર્મી કમ્પોઝ ખાતરનો પ્રયોગ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી - Surat
સુરતઃ મહુવા તાલુકો એટલે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર અને આવા આદિવાસી વિસ્તારના ધરતીપુત્રો રાસાયણિક ખાતરનો નહીં પરંતુ વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી ખેતરમાં સારો પાક મેળવી રહ્યા છે. સાથે-સાથે વર્મી કમ્પોઝ ખાતર જાતે જ બનવાના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે.
આ બન્ને ખતરો કુદરતી પ્રક્રિયાથી તૈયાર થાય છે. આ ખાતરનો ઉપયોગ ધરતીપુત્રો દ્વારા ખેતરમાં કરવમાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે અને જમીન પોચી રહે છે. તેમજ શાકભાજી રાસાયણિક શાકભાજીની સરખામણીમાં આ શાકભાજીની ગુણવત્તા સારી હોય છે. કદમાં પણ મોટા હોય અને શુધ્ધ સાત્વિક હોય છે.
ઓર્ગેનિક શાકભાજીનો વેચાણ ભાવ રીંગણનો ભાવ 700-800 રૂપિયા પ્રતિ મણ, દૂધી 250-300 રૂપિયા પ્રતિ મણ, કાંકડીનો 350-400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળે છે. આમ જોવા જઈએ તો ઓર્ગેનિક ખાતરથી શાકભાજીના સારા એવા ભાવ પણ મળી રહે છે. મહુવા તાલુકાના ખેડુતો કે જેઓ ઓર્ગેનિક અને વર્મી કમ્પોઝ ખાતર પોતે તૈયાર કરતા હોવાને કારણે ખાતરની ખરીદીનો ખર્ચ બચે છે. તેમજ લાંબા ગાળા સુધી પાક ઉતારી શકે છે. જેના કારણે ઓછા ખર્ચે વધુ કમાણી કરી અહીંયાના ખેડૂતો બની રહ્યા છે.