ગુજરાત

gujarat

ETV Bharat / state

બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી

સુરત: કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી અટકી પડે તેવી શક્યતાઓ છે. જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહીં આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત 70 જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.

bulltet
બુલેટ ટ્રેન

By

Published : Dec 16, 2019, 3:29 PM IST

બુલેટ ટ્રેન જમીન સંપાદનને લઈ હાઇકોર્ટનો ચૂકાદો ખેડૂતો તરફી નહીં રહેતા હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટના દ્વારે છે. કેન્દ્ર સરકારના વર્ષ 2013ના કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી વળતર ચુકવવાની માગ સાથે પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.

બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી

સોમવારે સુપ્રીમ કોર્ટમાં અસંગ્રસ્ત ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2016ના કાયદા પ્રમાણે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવાની વાત કરી રહી છે. રાજ્ય સરકારે વર્ષ 2013ના બદલે વર્ષ 2016ના કાયદામાં સુધારા કરી જમીન સંપાદનનો કાયદો લાગુ કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે.

બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી

અગાઉ હાઇકોર્ટ દ્વારા ખેડૂતોની અરજી ગાહ્યના રાખી ફગાવી દેવામાં આવી હતી. ખેડૂતો સાથે હવે પ્રોજેકટ અસરગ્રસ્ત 70 મકાનોના માલિક પણ સુપ્રીમ કોર્ટમાં યોગ્ય વળતર માટે પિટિશન આવતીકાલે કરશે.

ABOUT THE AUTHOR

...view details