ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદને કારણે સુરત જિલ્લામાં 131 હેકટર જમીનમાં ખેતી પાકને નુકશાન - Farmers crops were damaged

સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને (Heavy rains in Gujarat )કારણે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સરકાર દ્વારા નુકસાની અંગે સર્વે કામગીરી શરૂ( Damage to farmers due rain)કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક તબક્કે 131 હેકટરમાં ખેતી પાકને નુકસાન થયું હોવાનું અનુમાન છે.

વરસાદને કારણે સુરત જિલ્લામાં 131 હેકટર જમીનમાં ખેતી પાકને નુકશાન
વરસાદને કારણે સુરત જિલ્લામાં 131 હેકટર જમીનમાં ખેતી પાકને નુકશાન

By

Published : Aug 3, 2022, 4:03 PM IST

સુરત:છેલ્લા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના (Heavy rains in Gujarat ) કારણે કપાસ, વેલાવાળા શાકભાજી, ધરૂવાડિયા જેવા પાકોને થયેલા નુકશાન માટેનો ( Damage to farmers due rain)કજિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 10 ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અંદાજિત 131 હેક્ટરમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

ભારે વરસાદથી નુકસાન- જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય( Damage to agricultural crops to rain)હતી. જેને કારણે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નદી કિનારાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી. ખાસ કરીને શેરડી, શાકભાજી ઉપરાંત રોકડીયા પાકોને મોટાપાયે નુકસાન થયું હતું. ડાંગરની તો હાલમાં જ રોપણી કરવામાં આવી હતી તે પણ સતત વરસાદને કારણે નિષ્ફળ ગઈ હતી.

આ પણ વાંચોઃFlood Affect in Tapi : પૂર્ણા નદીના કિનારાના ગામોમાં તબાહીની બોલતી તસવીરો

સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું સર્વેક્ષણ -સરકાર દ્વારા ખેતરોમાં થયેલા નુકસાન (Farmers crops were damaged )અંગે તાત્કાલિક સર્વે કામગીરી શરૂ કરી હતી. જેથી ખેડુતોને સત્વરે સરકારના ધારાધોરણ મુજબ નુકશાનનું વળતર આપી શકાય. હાલ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 10 જેટલી ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ નુકસાન મહુવા તાલુકામાં -સુરત જિલ્લામાં સૌથી વધુ નુકસાન મહુવા તાલુકામાં થયું છે. મહુવા તાલુકામાં ડાંગર, તુવેર, શેરડી, રીંગણ, ભીડા, પપૈયા જેવા પાકોમાં 68.25 હેકટર વિસ્તારમાં 33 ટકા અને તેથી વધુ નુકશાન માટેનો રૂા.9.24 લાખ નુકશાનીનો અંદાજીત લગાવાયો છે. જયારે ઉમરપાડા તાલુકામાં કપાસ, તુવેર, જુવાર જેવા પાકોમાં 20.35 હેકટર વિસ્તારમાં બારડોલી તાલુકમામાં રીગણ, દૂધી જેવા પાકોમાં 38.41 હેકટર તથા માંડવી તાલુકામાં ફળાવસ્થાની વાનસ્પતિક પાકો માટે 7.80 હેકટર જમીનમાં નુકસાનીનો અંદાજ લગાવાયો છે.

આ પણ વાંચોઃઅતિભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા, મોટા ભાગનો પાક થયો નષ્ટ

84 ગામોના 279 ખેડૂતોને થયું નુકસાન -અત્યાર સુધી થયેલા સર્વેમાં 84 જેટલા ગામોમાં ખેતીના પાકને નુકશાન થયું છે. જેમાં 279 ખેડુતોનો 33 ટકાથી વધુ નુકશાનગ્રસ્ત વિસ્તાર તરીકે 131 હેકટરમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો છે.

ABOUT THE AUTHOR

...view details