ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કેન્સરથી કંટાળી ખેડૂતે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી - મીંઢોળા નદી

સુરતના પલસાણા તાલુકાના નાની ધામદોડ ગામમાં રહેતા ખેડૂતે મંગળવારે રાત્રે ઘરેથી કાર લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેમની કાર સુરત ધુલિયા રોડ પર નાંદીડા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીના બ્રિજ પરથી મળી આવી હતી. પિતાનો પીછો કરતા આવી રહેલા પુત્રને નદીના બ્રિજ પર બિનવારસી કાર મળતા અજુગતું થયું હોવાની શંકા જતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અંતે મધ્યરાત્રિ બાદ આધેડની લાશ હાથ લાગતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં કેન્સરથી કંટાળી ખેડૂતે નદીમાં કૂદી આપઘાત કર્યો
સુરતમાં કેન્સરથી કંટાળી ખેડૂતે નદીમાં કૂદી આપઘાત કર્યો

By

Published : Oct 7, 2020, 5:24 PM IST

બારડોલીઃ સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53ના મીંઢોળા નદીના બ્રિજ પરથી કૂદી 51 વર્ષીય આધેડે આત્મહત્યા કરી લીધી હતી. આધેડ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હોય આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના નાની ધામદોડ ગામે પટેલ ફળિયામાં રહેતા મહેન્દ્ર ગોવનભાઈ પટેલ (ઉં.વ. 51) છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈ પોતાની કાર લઈને ઘરેથી નીકળ્યા હતા. કારનો અવાજ આવતા જ મહેન્દ્રભાઈનો પુત્ર હેરી જાગી ગયો હતો. તેમણે ક્યાં જાવ છો એમ પૂછતાં આંટો મારીને એવું છું એમ કહી નીકળી ગયા હતા. મોડે સુધી પરત નહીંં આવતા હેરી પણ પાછળ ગયો હતો. તે દરમિયાન તેમની કાર સુરત ધુલિયા હાઈ-વે પર મીંઢોળા નદીના પુલ પરથી બિનવારસી મળી આવી હતી. પિતાએ નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકા જતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આધેડે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details