- સુરત નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં પંખામાં આગ લાગી
- એમઆઈસીયુ વોર્ડમાં 10 દર્દી હોવાનું જાણવા મળ્યું
- દીવાલમાં લાગેલા નાના પંખા કાઢી લેવાની સુચના આપવામાં આવી
સુરત : નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં બુધવારે રાત્રે પંખામાં આગ લાગી હતી. જોકે, ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગની ઘટના સમયે એમઆઈસીયુ વોર્ડમાં 10 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.
નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં પંખામાં આગ :એક તબીબની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ એમઆઈસીયુ વોર્ડમાં 10 દર્દી હતા
નવી સિવિલ એમઆઈસીયુ વોર્ડમાં દિવાલમાં લગાવેલા એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો હતો અને ધીમે ધીમે આગ લાગી હતી. આગની ઘટના સમયે એમઆઈસીયુ વોર્ડમાં 10 દર્દીહતા. જો કે ત્યાં હાજર ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બન્નેએ ભેગા મળીનેફાયર એક્સ્ટિંગ્યુસરની મદદથી પંખામાં લાગેલી આગ ઓલવીને જાણ ઉપરી અધિકારીને કરી હતી. આ ઘટના બાદ દીવાલમાં લાગેલા નાના પંખા કાઢી લેવાની સુચના આપવામાં આવી છે.
ફાયરના અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં અપાઇ છે ફાયર સેફ્ટીની તાલીમ
આ સાથે હોસ્પિટલમાં જેટલી વીજળીને લગતી ફરિયાદો છે તેને સુધારવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ફાયરના અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવે છે, તેના પરિણામે આ શક્ય બન્યુ હતું.