આ ઘેરૈયાઓ સાંસારિક જીવનનો ત્યાગ કરી સ્ત્રીવેશ ધારણ કરીને નૃત્ય કરે છે, આ નૃત્ય દરમિયાન તેમને પૈસા મળે છે તે પૈસા માતાજીના મંદિર માટે અને માતાજીના સેવા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે, ઘેર નૃત્ય રજૂ કરતી ટોળકીમાં મુખ્ય પાત્ર કાળી બિલાડીનું હોય છે અને આ પાત્ર ઘેરૈયાઓને ખરાબ નજરથી બચાવે છે એવી માન્યતા છે.
નવરાત્રીનાં નવ દિવસ ઘેર નૃત્ય કરી માતાજીની ઉપાસના કરતા આદિવાસી ઘેરૈયા - નવરાત્રી લેટેસ્ટ ન્યૂઝ
સુરતઃ નવરાત્રીના નવ દિવસ જ્યાં લોકો માતાજીની આરતી કરી ગરબે ઘૂમતાં હોય છે. ત્યારે એક એવો આદિવાસી સમુદાય છે જે નવરાત્રીનાં નવ દિવસ ગામે ગામ ફરીને પ્રાચીન આદિવાસી ઘેર નૃત્ય કરે છે. આ નૃત્ય કરતા લોકોને ઘેરૈયા કહેવામાં આવે છે. આજના ઇન્ટરનેટના જમનામાં આપણા દેશની આ પ્રાચીન અને આદિવાસી સંસ્કૃતિ હવે લોકો ભૂલવા પામ્યાં છે જેથી આ નૃત્ય કલા લુપ્ત થઇ જવા પામી છે
પ્રાચીન આદિવાસી ઘેર નૃત્ય
ઘેરૈયાઓને લઇ ગ્રામજનોનું પણ એવું માનવું છે કે, જ્યાં જ્યાં તેઓ આ નૃત્ય કરે છે તે જગ્યા પર માતાજીનો આશીર્વાદ રહે છે અને તે જગ્યા પર હંમેશા માતાજીની કૃપા બની રહે છે.