સુરતઃ માતા-પિતા અને બે બહેનોના આપઘાત બાદ બન્ને ભાઈ બહેનને પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવારનો અંત આવી ગયો છે. ગુમસુમ રહેતા ભાઈ બહેને પણ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધેલી હાલતમાં બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બન્નેએ અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. પરિવારમાં ચાર સભ્યોએ 8 જૂનના રોજ સામુહિક આપઘાત કર્યો હતો.
સામુહિક આત્મહત્યાના બે તબક્કાઃ ગત 6 જૂન 2023ના રોજ સરથાણા વિસ્તારના યોગીચોક પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વીનુ ખોડાભાઈ મોરડીયા રત્ન કલાકાર હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા.અગમ્ય કારણોસર વીનુભાઈ, તેમની પત્ની, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.ત્યાં સૌ પ્રથમ વખત માતા અને પુત્રનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.થોડા સમય બાદ પુત્રી અને પિતાએ પણ જીવ મૂકી દીધો હતો. હવે પરિવારના 6 સભ્યો માંથી 2 સભ્યો બચ્યા હતા. બાકી બચેલા બંને સભ્યો પણ માતા-પિતાના ગમમાં ગુમસુમ રહેતા હતા. અંતે કંટાળીને આ સભ્યોએ પણ પરિવારના મૃતક સભ્યોના પગલે પરાયણ કર્યું. ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું.