ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: એર મોનિટરિંગ સિસ્ટમમાં કાર્બન ડાયોક્સાઈડના આંકડા જ અચરજ પમાડે એવા..! - SMC news

સુરત: રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દેશભરમાં ઉદ્યોગિક શહેર તરીકે પોતાની ઓળખ ધરાવતા સુરત શહેરમાં માત્ર બે જગ્યા એર મોનિટરિંગ સિસ્ટમ છે અને કાર્બન ડાયોક્સાઈડના આંકડા અચરજ પમાડે તેવા છે.

False carbon dioxide statistics in air monitoring system in Surat

By

Published : Nov 13, 2019, 2:21 PM IST

સુરતના બે વિસ્તારમાં એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે, પરંતુ તેમાં કાર્બન ડાયોક્સાઈડના આંકડા અચરજ પમાડે એવા છે. એર મોનિટરીંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલ ડેટા મનપાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં હાલ વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 0 પીપીએમ (સાંજે 6:10 વાગ્યે) બતાવાઈ રહ્યું છે. એનો અર્થ એ થાય કે, વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડ છે જ નહીં. પાલિકા દ્વારા માત્ર બે મોનીટરીંગ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે. જ્યારે પાલિકા આવનાર દિવસોમાં 10 મોનીટરીંગ સિસ્ટમ લગાડવા જઈ રહી છે.

સુરતમાં એર મોનિટરિંગ સિસ્ટમમાં કાર્બન ડાયોક્સાઈડના આંકડા જ અચરજ પમાડે એવા..!

એક તરફ સુરત ડેવલપમેન્ટમાં હરણફાળ ભરી રહ્યું છે તે બીજી તરફ જાણે સુરતમાં પ્રદુષણ પણ આગેકુચ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે કારણ કે, લીંબાયત અને વરાછા વિસ્તારમાંથી એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ દ્વારા અપાયેલા ડેટા કે, જે મનપાની વેબસાઈટ પર અપલોડ થાય છે. જેમાં વરાછા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ 0 પીપીએમ બતાવામાં આવી રહ્યું છે. મનપાની વેબસાઈટ પર વરાછા ઝોનમાં Co2નો ગ્રાફ પણ લગભગ એક જ રેખામાં બતાવાઈ રહ્યો છે એટલે કે. જાણે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું પણ નથી અને ઘટતું પણ નથી.

મહત્વની વાત એ છે કે, એકવાર જો સજીવોના ઉચ્છવાસ દ્વારા નીકળતા કાર્બન ડાયોક્સાઈડની પણ જો અવગણના કરીએ તો પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ તો હોય જ છે. પરંતુ આ સિસ્ટમમાં એનું પ્રમાણ પણ નથી બતાવામાં આવી રહ્યું એટલે કે, વરાછામાં 0 પીપીએમ કાર્બન ડાયોક્સાઈડ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઈટ કહી રહી છે.

સાથે જ લીંબાયત વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 806 પીપીએમ (સાંજે ''વાગ્યે) બતાવાઈ રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઈડનું આ વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બછાનિધી પાનીએ જણાવ્યું છે કે, સુરતમાં પ્રદુષણનો સ્તર હાનિકારક નથી.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા મુકવામાં આવેલી બે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ સચિન, પાંડેસરા અને ઉધના જેવા આદ્યોગિક વિસ્તારોની જગ્યાએ વરાછા અને લીંબાયતમાં મુકવામાં આવી છે. જો કે સૌથી વધુ પ્રદુષણ સચિન, પાંડેસરા અને ઉધના જેવા વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારોને ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details