સુરત: ડીંડોલી પોલીસે બોગસ ડોક્યુમેટના આધારે RTO ચલણ બનાવી(Fake RTO documents) કૌભાંડ કરતી ગેંગનું રેક્ટઝડપી પાડ્યું છે. પોલીસ પકડેલ ગાડી છોડાવવા માટે ખોટી RTOના સિક્કા વાળી રસીદ બનાવમાં આવતી. ખોટા ડોક્યુમેટના આધારે બેકમાંથી લૉન લઈ લૉન નહિ ભરી કૌભાંડઆચરતા હતા. લૉન વાળી ગાડીનો ખોટી RC બુક બનાવી બીજા (Surat Dindoli Police)રાજ્યોમાં વેચવામાં આવતી હતી. ડીંડોલી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો અને પ્રિન્ટર અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ બનાવેલ ડોક્યુમેન્ટ(Loan scam based on bogus documents) કબ્જે કર્યા છે. પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે પકડાયેલા આરોપી પાસે 350 જેટલા કોરા સ્માર્ટ ચૂંટણી કાર્ડ, 26 કોરા આધાર કાર્ડ, 4 કોરા પાન કાર્ડ, બેંકની પાસ બુક, RTO કચેરીના સરકારી સિક્કા, નકલી RC બૂક, પ્રિન્ટર, પ્રેસ મશીન, કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ, કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છ સાથીઓ સામે ફરિયાદ દાખલ
ડીંડોલી વિસ્તારમાં આવેલ આંગન રેસીડેન્સી, મકાન નં 103માં રહેતાં વિશ્વનાથ સાવ નામની વ્યકિત પોલીસ દ્વારા આપવામાં આવતાં RTO કચેરીના મેમો ઉપરથી RTO કચેરી સુરતમાં દંડ ભર્યા અંગેની ખોટી બોગસ સહી સિકકા વાળી રસીદો, બનાવટી આર.સી.બુકો, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી આપતો હોવાની બાતમી મળી હતી. મૂળ બિહારના 36 વર્ષીય વિશ્વનાથ કાશીનાથ સાવને પકડી પાડી તેના અન્ય છ સાથીઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ વર્ષ 2020માં આજ મામલે સુરત ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા.