સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ગ્રાઉન્ડ રજૂ કરી કુલ 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષોની દલીલોના અંતે કોર્ટે 28મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે કામરેજ વિસ્તારમાંથી પ્રતીક ચોડવડીયાને રૂપિયા ચાટ લાખની બનાવતી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પુછપરછમાં ખેડા આંબવાના સ્વામી રાધારામન સ્વામી સહિત અન્ય ચાર આરોપીઓનાનો ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં કોર્ટે સ્વામી સહિત ચારના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
સુરત: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 1.26 કરોડની બનાવટી ચલણી નોટો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. પાંચ પૈકીના ચાર આરોપીઓને સોમવારના રોજ સુરત નામદાર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં.
સુરત ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બનાવટી ચલણી નોટોના આ રેકેટમાં ખેડા આંબવા સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને 1.26 કરોડની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા છે. જેને લઈ પાંચ પૈકીના ચાર આરોપીઓને સોમવારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતની ચીફ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે માટે ક્રાઇમ બ્રાન્ચ તરફથી અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપીઓએ બનાવતી નોટો છાપવા માટે જે મશીનનો ઉપયોગ કર્યો છે, તે મશીન ક્યાંથી અને કોની પાસેથી ખરીદ્યું છે, તે મુદ્દો રિમાન્ડમાં પોલીસ દ્વારા મુકવામાં આવ્યો છે. પાંચ પૈકીના એક પ્રતીક ચોડવડીયા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ગત રોજ સુરત કોર્ટમાં રજૂ કરી છે. જ્યારે અન્યને સોમવારના રોજ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન બનાવતી નોટોના રેકેટમાં હજી કેટલા આરોપીઓની સંડોવણી બહાર આવે છે અને ક્યાં નવા ખુલાસા થાય છે, તે જોવાનું રહ્યું.