સુરત :કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝ્માની સારવાર ધણી આશીર્વાદરૂપ નીવડે છે. માર્ચ મહિનામાં દુબઇ અને અન્ય દેશોમાં કોરોના કહેરની શરૂઆત હતી. તે દરમિયાન દુબઈમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો વેપાર કરનાર ફૈઝલે ચુનારા લોકડાઉન પહેલા પોતાના વતન એટલે કે ભારત આવવા માંગતો હતો, પરંતુ ફલાઇટ લિમિટેડ ચાલુ હતી.
દેશનું ઋણ અદા કરવા સુરતના ફૈઝલે ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા, ગુજરાતમાં પ્રથમ કિસ્સો ત્યારે પોતાના નાગરિકની ગુહારના કારણે ભારત દૂતાવાસે તેને ભારત આવવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારત આવ્યા બાદ ફૈઝલને કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ 19 માર્ચના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
સુરતના ફૈઝલે ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા દુબઈમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ કરનાર ફૈઝલને સરકારી હોસ્પિટલમાં જે રીતે સારવાર આપવામાં આવી તેનાથી પોતાના દેશ અને સરકાર પ્રત્યેનો પ્રેમ બે ગણો થયો હતો. ફૈઝલ 2 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી સાજા થયા હતા. તે દિવસે ફૈઝલે વિચાર કર્યું હતું કે, કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી દેશનું રુણ અદા કરશે.
કોરોના મુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ICUમાં દાખલ ક્રિટિકલ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોય છે. ફૈઝલ આ વાત જાણતો હતો, આ જ કારણ છે કે, તેને એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. ગુજરાતનો પ્રથમ એવો ડોનેટ બની ગયો છે કે, જેને ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે.
ફૈઝલે પહેલા 6 મે, 7 જુલાઈ અને 23 જુલાઈના પ્લાઝમા ડોનેટ કર્યા છે. એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી ICUમાં દાખલ બે દર્દીઓને સાજા કરી શકાય છે. એટલે ત્રણ વખત પ્લાઝમાં ડોનેટ કરવાથી ફૈઝલે 6 જેટલા દર્દીઓને જીવનદાન આપ્યું છે.ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનાર ફૈઝલેની તમામ વિગતો માટે નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ.મયુર જરગ અને તેમની ટીમે ખાસ કાળજી લીધી હતી.
ફૈઝલના પ્લાઝમા ડોનેશન અંગે ડોક્ટર મયુરે જણાવ્યું હતું કે, ફૈઝલ આ ગુજરાતીઓ માટે આદર્શ બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ વખત પ્લાઝમા કોઈએ ડોનેટ કર્યા નથી. પરંતુ ફૈઝલે આ ઉપલબ્ધી મેળવી ICUમાં દાખલ કોરોનાના દર્દીઓને જીવન દાન આપી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.