ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રીજા માળેથી પોટલું ફેકી રહેલા શ્રમિકનું બેલેન્સ ન રહેતા કરુણ મોત નીપજ્યું, CCTVમાં ઘટના કેદ - Booth President in Udhna Bamaroli

સુરત શહેરના ઉધના બમરોલી વિસ્તારમાં (North Bamroli area of Surat) ફેક્ટરીના ત્રીજા માળેથી પોટલું એક બાદ એક ફેકી રહેલા શ્રમિકે બેલેન્સ ગુમાવ્યું હતું. આ ઘટનામાં બેલેન્સ ગુમવાનાર શ્રમિકનું નીચે પટકાતા કરુણ મોત (factory worker lost his balance and died) નીપજ્યું હતું. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ત્રીજા માળેથી પોટલું ફેકી રહેલા શ્રમિકનું બેલેન્સ ન રહેતા કરુણ મોત નીપજ્યું, CCTVમાં ઘટના કેદ
ત્રીજા માળેથી પોટલું ફેકી રહેલા શ્રમિકનું બેલેન્સ ન રહેતા કરુણ મોત નીપજ્યું, CCTVમાં ઘટના કેદ

By

Published : Dec 6, 2022, 6:25 PM IST

સુરતશહેરના ઉધના બમરોલી વિસ્તારમાં (North Bamroli area of Surat) આવેલી ફેક્ટરીના ત્રીજા માળેથી પોટલું એક બાદ એક ફેકી રહેલા શ્રમિકે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે પોતે નીચે પટકાતા તેનું કરુણમોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે મૃત્યુપામનાર મનોજ શુક્લા રીક્ષા પણ ચલાવતો હતો. બીજી બાજુ જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતો હતો.

ફેકટરીના ત્રીજા માટે હતો અને વારંવાર નીચે આવું ન પડે તેના માટે ત્રીજા માળે બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકી રહ્યો હતો.

બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકી રહ્યો હતોસુરતના ઉધના બમરોલી વિસ્તાર ખાતે આવેલા પંચશીલ નગરમાં (Panchsheel town located in Bamroli area) રહેનાર મનોજ શુક્લા મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું પણ કામ કરે છે. આ સાથે જ તે સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલી એક ફેક્ટરીમાં (Factory in Udhana area of Surat) જોબ વર્ક માટે પોટલા લઈ જતા હોય છે. મનોજ ફેકટરીના ત્રીજા માટે હતો. વારંવાર નીચે આવું ન પડે તેના માટે ત્રીજા માળે બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકી રહ્યો હતો. પોટલાની સાથે તેમણે અચાનક જ પોતાનું શરીર પણ બારીને બહાર વધુ પડતું નાખી દેતા બેલેન્સ ગુમાવ્યું હતું.

આકસ્મિક મોત નોંધી તપાસ શરૂ કરીઆ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મનોજ એક બાદ એક પોટલું નીચે ફેંકી રહ્યો છે. એકાએક જ તેમનું બેલેન્સ જતા તેઓ પોટલાની સાથે જ નીચે પડતા હતા. મૃત્યુ પહેલા મનોજે નીચે ફેકટરી પાસે કચરો લેતી મહિલા પણ ઉભી હતી. તેમણે મહિલાને દૂર ઊભી રહેવા માટે કહ્યું હતું. મહિલા થોડા સમય માટે તેમની વાત માનીને દૂર ઊભી રહી હતી. થોડીક વાર બાદ મનોજ બેલેન્સ ખોરવાતા નીચે પડી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં CCTVના આધારે ખટોદરા પોલીસે (Khatodara Police) આકસ્મિક મોત નોંધી તપાસ શરૂ કરી છે.

વોર્ડ નંબર 23 ઉધના બમરોલીમાં બુથ પ્રમુખ હતામનોજના પિતરાઈ ભાઈ સુરેશે જણાવ્યું હતું કે, મનોજ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા હતો. હાલ વોર્ડ નંબર 23 ઉધના બમરોલીમાં બુથ પ્રમુખ (Booth President in Udhna Bamaroli) હતા. તેઓએ પોતાની રિક્ષા નીચે ઉભી રાખી હતી. રીક્ષા ચલાવવાની સાથોસાથે ફેક્ટરીમાં પણ જોબ વર્ક કરતો હતો. અચાનક જ આ ઘટના બની ગઈ છે. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે.

ABOUT THE AUTHOR

...view details