ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો સામનો કરીને સુરતનાં આ બે ડોક્ટર કોવિડ OPDમાં કરી રહ્યા છે દર્દીઓની સેવા - surat news

કોરોનાની સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસની સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દિવસ-રાત એક કરીને દર્દીઓના જીવન બચાવવામાં પ્રવૃત્ત છે. પોતાની ફરજ દરમિયાન ક્યારેક ડોક્ટર્સને પણ કોરોનાનો ચેપ લાગતો હોય છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અડગ રહેતા ડોક્ટર્સ જીવના જોખમે પણ ફરજ બજાવવાનું ચૂકતા નથી.

covid-opd
સુરત

By

Published : Jul 13, 2020, 12:00 PM IST

સુરત: છેલ્લાં ત્રણ મહિનાથી થાક્યાં વિના કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા નવી સિવિલના નવલોહિયા ડોક્ટર્સનો જોમ-જુસ્સો હજું પણ અકબંધ છે. કોરોનાનું નામ સાંભળતા શરીરમાં ભયની કંપારી છૂટી જાય છે, ત્યારે સતત કોરોના વાઈરસની અજ્ઞાત હાજરી વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં ડોક્ટર્સની હિંમતને દાદ આપવી પડે. કોરોના સામે લડી સ્વસ્થ્ય થઈ ડૉ. મયુર કલસરિયાની કોવિડ ઓ.પી.ડી. ફરજ બજાવતાં મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામના વતની અને સુરતના પૂણા સારોલી સ્થિત નેચરવેલી રેસિડેન્સીમાં રહે છે.

ડૉ.મયુર કલસરિયા એમ.ડી.(ઈમરજન્સી મેડિસીન) છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિનીયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. આ યુવા ડૉ. મયુર કલસરિયા, 16મી એપ્રિલના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના સંક્રમિત બન્યાં હતા. 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને 10મી મેના રોજ તેઓ પુન: કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા માટે હાજર થઈ ગયા હતાં. કોરોનાને માત આપીને સતત છેલ્લાં ત્રણ મહિનાથી કોવિડ ડ્યુટીમાં છે. કોરોના મુક્ત થયાં બાદ 10મી મે પછી સતત કોરોના પોઝિટિવ વોર્ડમાં ફરજ બજાવી રહ્યાં છે.

કોરોનાનો સામનો કરીને સુરતનાં આ બંને ડોકટરો કોવિડ OPDમાં કરી રહ્યા છે દર્દીઓની સેવા

ડૉ. મયુર જણાવે હતું કે, સિવિલના રોટેશન શીડ્યુલ પ્રમાણે મારી કોવિડ ઓ.પી.ડી.માં ડ્યુટી છે. કોવિડ ઓ.પી.ડી.માં છેલ્લાં પાંચ-સાત દિવસમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સુરતમાં નોંધાતા પોઝિટિવ કેસો પૈકી 50 ટકા કેસો ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત ધરાવતાં હોય છે. જ્યારે 10 ટકા દર્દીઓ સિરિયસ હોય છે. જેથી ઓ.પી.ડી.ના ગ્રાઉન્ડ ફ્લોર પર જ ઓક્સિજનની વ્યવસ્થા છે. ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મુશ્કેલી ન પડે અને સરળતાથી એડમિટ કરી શકાય એ માટે સેમી ક્રિટીકલ આઈ.સી.યુ. અને આઈ.સી.યુ. ગ્રાઉન્ડ ફ્લોર પર જ બનાવવામાં આવ્યા છે. જ્યાં ઓ.પી.ડી.થી સીધા જ તેમને સેમી ક્રિટીકલ આઈ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવે છે. દર્દીઓનું જીવન બચાવવું એ અમારી પ્રાથમિકતા રહે છે. જેથી સ્થિર હાલત ધરાવતાં કે, ક્રિટીકલ દર્દીઓને યોગ્ય સારવાર મળે એના શક્ય તેટલાં તમામ પ્રયાસ કરીએ છીએ.

કોવિડ ઓ.પી.ડી. વિભાગમાં તૈનાત અન્ય એક યુવા રેસિડેન્ટ ડૉ. દર્શિત શાહ ખુબ ખંતથી દર્દીઓની સારવાર કરે છે. તેઓ દર્દીઓની દેખરેખ અને મેનેજમેન્ટ પણ સંભાળે છે. ડૉ. દર્શિત શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લાં બે મહિનાથી નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં સતત કોવિડ ડ્યુટી નિભાવી રહ્યો છું. દરરોજ 250થી વધુ દર્દીઓ જેમાં કોરોનાના સામાન્ય લક્ષણો, મધ્યમ અને ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓ દાખલ થાય છે. તેમની શારીરિક સ્થિતિ મુજબ જરૂરી સારવાર આપવામાં આવે છે. અહીં તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં હ્રદયરોગના કોરોના દર્દીઓ માટે ઈ.સી.જી. સહિત લોહીની તપાસ, ઓક્સિજન સપ્લાયની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં દાખલ થતાં દર્દીની સારવાર કરી તેમને સ્વસ્થ કરવાના તનતોડ પ્રયાસો અમે કરીએ છીએ. કારણ કે, દર્દીઓ અને તેમના સગાવ્હાલાં અમારા પર મોટી આશા રાખીને બેઠાં હોય છે.

ABOUT THE AUTHOR

...view details