- તૌકતે વોવાઝોડાને પગલે શહેર ફાયર વિભાગ એલર્ટ પર
- એક્સટ્રા કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યો
- પોલીસ વિભાગને પણ સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યા
સુરત : ગુજરાત રાજ્યમાં હાલ દરિયાકાંઠાના શહેરો અને ગામડાઓમાં તૌકતે વાવાઝોડાનું સંકટ ફરી વળ્યું છે. વાવાઝોડાને પગલે સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા ઝાડ કાપવાની મશિન, લાઈફ જેકેટ, રીંગ બોય તમેજ જરૂરી સાધન સમગ્રીઓ સાથે સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યા છે. જેથી જો કોઈ અનિચ્છીનીય બનાવ બને તો તરત તે કામગીરીને આવરી લેવા માટે સુરત શહેર ફાયર વિભાગ જ્યાં સુધી તૌકતે વાવાઝોડું સંકટ ટળીના જાય ત્યાં સુધી સ્ટેન્ડ બાય ઉપર રહેશે.
સુરત ફાયર વિભાગ અને મનપા દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલરૂમ શરૂ કરાયો આ પણ વાંચો : સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી
વીજળી વિભાગ પણ સ્ટેન્ડ બાય ઉપર
શહેરમાં તૌકતે વાવાઝોડાને પગલે જેમ સુરત ફાયર વિભાગ સ્ટેન્ડ બાય ઉપર છે. તેમજ સુરત શહેરની વીજળી વિભાગ પણ સ્ટેન્ડ બાય ઉપર જોવા મળી રહ્યુ છે. જેથી જો વાવાઝોડું આવે અને કોઈક જગ્યા ઉપર વીજળીના થાંભલા પડી જાય તો તેને સરખું કરી શકાય. જેને પગલે વીજળી વિભાગ પણ એલર્ટ ઉપર છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સુરતના ડુમસ, ભીમપોર, સુંવાલીબીચના ગામોમાં, શહેર ફાયર વિભાગ અને વીજળી વિભાગ હાલ સ્ટેન્ડ બાય ઉપર છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં પડી શકે અતિભારે વરસાદ, લોકોને સાવચેત રહેવા કરાઇ અપીલ
સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અલગ કંટ્રોલરૂમ બનાવામાં આવ્યો
સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તૌકતે વાવાઝોડાને પગલે એલર્ટ થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈને જે કોઈના ઝુપડી જેવા મકાનો હોય તેવા લોકોને નજીકની પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે અને પાલિકાની ટીમ દ્વારા પણ જે તે કાંઠા વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કર્યું હતું.
સુરત ફાયર ઓફિસર દ્વારા એમ જણાવવામાં આવ્યું કે
તૌકતે વોવાઝોડાને પગલે સુરત ફાયર વિભાગના ઓફિસર દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 16-5-2021ના રોજ સુરત ખાતે અરબી સમુદ્રમાં તૌકતે વોવાઝોડું વધુ ગંભીર બંને અને ચક્ર્માન ગતિમાં અતિ વિનાશકમાં ફેરવાય તેવી સંભાવના છે. જેને પગલે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને ઇમરજન્સી સર્વિસો કુલ 16 ફાયર સ્ટેશનના 16 ટીમો બનાવીને રેસ્ક્યુ ટીમ, બોટ, લાઈફ જેકેટ,એક ટીમમાં 6 કર્મચારીઓ એમ કરીને ટીમો બનાવી છે. એવી ટોટલ 16 ટીમો બનાવી છે. અમે અત્યારે હાલમાં તૈનાત છીએ અને વધુમાં એમાં ઝાડ પડવાના બનાવો, બોલ્ડીંગ્સ, ઝાડ પડવાથી રોડ ઉપર કોઈ અકસ્માત થયો હોય તો તેના માટે ઝાડ કાપવાની મશિનો વગેરે સાધનો સાથે હાલ અમારી 16 ટીમો તૈનાત છે.