સુરત: વિશ્વનો સૌથી ઝડપથી વિકસતું સુરત શહેર કે, જ્યાં નજર કરવામાં આવે ત્યાં સિમેન્ટ કોંક્રિટના જંગલો જોવા મળે છે. ત્યારે સુરતનું ગવિયર લેક એક એવું તળાવ બની ગયું છે કે, જ્યાં હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવે છે. વગર વિઝા પાસપોર્ટથી આવેલા મહેમાનોને સુરત એટલી હદે પસંદ આવી ગયું છે કે, દર વર્ષે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમનો શિકાર સ્થાનિક લોકો ન કરે એ માટે ખાસ તકેદારીના પગલા નેચર કલબ દ્વારા લેવામાં આવે છે.
એક બાજુ ચારેય તરફ સિમેન્ટ-કોક્રિટથી બનેલા મકાનો અને આ વચ્ચે સુરતમાં ગવિયર ગામ ખાતે એકમાત્ર એવું તળાવ છે. જ્યાં દેશ વિદેશના પક્ષીઓ આવવા માટે ચારથી છ મહિના સુધીનો સફર કરીને પહોંચે છે. આટલી મોટી યાત્રા પક્ષીઓ શા માટે કરી રહ્યા છે કે, તેઓ આ તળાવના ખાતે પોતાને સુરક્ષિત માને છે. તેમને સુરક્ષિત રાખવા માટે સુરત નેચર કલબે ખાસ વ્યવસ્થા પણ કરી છે. જ્યારે લોકો આ તળાવને જોવા માટે આવે છે. ત્યારે તેઓને વિશ્વાસ પણ નથી થતો કે, આ મેટ્રો સિટીની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યવાળા સ્થળે દેશવિદેશના હજારો પક્ષીઓ જોઈ શકાય. હજારો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને દેશ વિદેશના પક્ષીઓ પ્રજનન માટે આવે છે. આ તળાવમાં 50 થી વધુ જાતિના 1200 જેટલા માઈગ્રેટરી પક્ષીઓ ઉત્તર અમેરિકા, યુરોપ અને સેન્ટ્રલ એશિયાથી અહીં આવ્યા છે.
ક્યાં ક્યાં પક્ષીઓ બને છે આ તળાવના મહેમાન
વિજયન(પિયાસણ), શોવલર( ગયણો), પિનટેઈલ( સિંગપર),ગાર્ગેની (ચેતવા), સાઇબિરિયન ક્રેઈન્સ, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી ડક, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, કોટન ટીલ( ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), કોમન પોચાર્ડ ( રાખોડી કારચીયા),વિજેલ, ગઢવાલ, વાય ટાઈ પોચા જેવી અનેક પ્રજાતિના હજારો પક્ષીઓ ગુજરાતની મુલાકાતે આવે છે.
અગાઉ કરતા હતા સ્થાનિકો શિકાર
એકમાત્ર તળાવના કારણે અહીં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ પક્ષીઓ વર્ષો પહેલાથી જ આવતા હતા. પરંતુ સ્થાનિક લોકો તેમનો શિકાર કરી લેતા હતા. આ જ કારણ છે કે, તેમના જતન માટે નેચર ક્લબ દ્વારા સુરત મહાનગરપાલિકા પાસેથી આ તળાવને દત્તક લેવામાં આવ્યું.
પક્ષીઓની સંખ્યામાં વધારો