Etv Bharat સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ હતું કે, હવે તેની નજર આગામી દિવસોમાં રમાનાર એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સહિત ઓલમ્પિક ઉપર છે. સાથે જ હરમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ફિટ ઇન્ડિયા' અભિયાનની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી.
Exclusive interview: અર્જુન એવોર્ડ સન્માનિત હરમીત દેસાઈની Etv Bharat સાથે ખાસ વાતચીત - gujarati news
સુરત: ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરનાર હરમીત દેસાઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડ મળ્યો છે. ત્યારે હરમીતે એવોર્ડ મેળવ્યા બાદ સુરત ખાતે પરત ફર્યા હતા. રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે હરમીતે આ મોટી સિદ્ધી પ્રાપ્ત કરતા Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ મેળવ્યા બાદ સુરત પરત ફરેલા હરમિત દેસાઈએ કોઈપણ આરામ વગર ફરીથી ટેબલ ટેનિસની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આરામ કર્યા વગર સતત પ્રેક્ટિસ કરતા હરમિતે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી તે ટેબલ ટેનિસમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને અર્જુન એવોર્ડ મળવાથી તે ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
7 વર્ષની નાની ઉંમરથી તે ટેબલ ટેનિસમાં રુચિ ધરાવે છે અને હાલ તે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યો છે. હરમિતે વધુમાં જણાવ્યું હતું કે, એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ મેળવી દેશનુ નામ રોશન કરવું છે અને તે માટે અત્યારથી રોજ 18 કલાક મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે.