ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 153 જેટલી બિલ્ડિંગ અને 1801 બ્લોકમાં પરીક્ષા યોજાઇ - બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય આસિસ્ટન્ટ ઓફિસ વર્ગ - 3

સુરત : સમગ્ર રાજ્યની અંદર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય આસિસ્ટન્ટ ઓફિસ વર્ગ-3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં સુરતમાં કુલ 153 જેટલી બિલ્ડિંગ અને 1801 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કુલ 54 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. શિક્ષણ તંત્ર દ્વારા પૂરતી બેઠક વ્યવસ્થાની સાથે CCTV કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા હતા.

ETV BHARAT

By

Published : Nov 17, 2019, 2:16 PM IST

રાજ્યભરમાં બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસના આસિસ્ટન્ટ વર્ગ - 3ની પરીક્ષા લેવામાં આવી હતી. શહેરમાં કુલ 153 બિલ્ડીંગો અને 1801 બ્લોકમાંમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 54 હજાર જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ચાર ઝોનમાં લેવામાં આવી હતી. તેમાં અઠવાલાઇન્સ ઝોનમાં 39 બિલ્ડિગો અને 14250 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.

સુરતમાં કુલ 153 જેટલી બિલ્ડીંગ અને 1801 બ્લોકમાં પરીક્ષા યોજાઇ

જ્યારે અડાજણ ઝોનમાં 38 બિલ્ડીંગમાં 13350 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. તેવી જ રીતે કતારગામ-અમરોલી ઝોનમાં 40 બિલ્ડિંગમાં 12900 વિધાર્થીઓ અને કતારગામ વેદ રોડ ઝોનમાં 36 બિલ્ડિંગમાં 13505 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. તમામ બિલ્ડિંગોમાં CCTV કેમેરા હોવાની સાથે જ સ્થાનિક શિક્ષણતંત્રએ ઝીણવટભરી માહિતી સાથે તૈયારીઓ પૂર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details